જૂનાગઢ મહાપાલિકા અને જિલ્લાની છ પાલિકામાં ચૂંટણીની આચાર સંહિતા અમલી

  • January 22, 2025 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જુનાગઢ મહાનગરપાલિકાની ગત ટર્મની બોડીની ૩૧ જુલાઈના રોજ મુદત પૂર્ણ થયા બાદ ચૂંટણી જાહેર ન થતા વહીવટદાર શાસન લાગુ કરાયું છે. ગઈકાલે ચૂંટણી આયોગ દ્રારા જૂનાગઢ મહાપાલિકા ઉપરાંત નગરપાલિકાઓની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. જૂનાગઢમાં મહાનગરપાલિકા ઉપરાંત જિલ્લાની વિસાવદર, વંથલી, માંગરોળ, માણાવદર,ચોરવાડ અને બાંટવા છ નગરપાલિકાઓમાં પણ ચૂંટણી યોજાશે. તા.૧૬ ફેબ્રુઆરીએ મતદાન થશે અને ૧૮ ફેબ્રુઆરીએ મતગણતરી થશે. ચૂંટણીની જાહેરાત થતા જ આચારસંહિતાની અમલવારી લાગુ પડી છે અને રાજકીય પક્ષ દ્રારા એકબીજાને સામસામે ભરી પીવા  તૈયારીઓ શરૂ કરી છે.ચૂંટણી આયોગ દ્રારા જાહેર કરેલ પ્રક્રિયામાં તા.૧ ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્ર ભરાશે, ૩ ફેબ્રુઆરીએ ફોર્મ ની ચકાસણી, ૪ ફેબ્રુઆરીએ ફોર્મ પરત ખેંચવા અને ત્યારબાદ ૧૬ ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને ૧૮ ફેબ્રુઆરીએ મતગણતરી થશે. જુનાગઢ મહાપાલિકાની ગત વર્ષની બોડીની વાત કરીએ તો ભાજપને સંપૂર્ણ બહત્પમતી મળી હતી.૧૫ વોર્ડમાં ૬૦ બેઠકમાંથી ભાજપને ૫૫ બેઠક મળી હતી. તો જિલ્લ ામાં નગરપાલિકાઓમાં કોંગ્રેસનું વર્ચસ્વ વધુ રહ્યું હતું. પાલિકામાં બેઠકની તરફ નજર રાખીએ તો વિસાવદર વંથલી માંગરોળ અને ચોરવાડમાં કોંગ્રેસ યારે માણાવદર અને બાંટવામાં ભાજપ શાસનમાં હતું. એટલે કે જિલ્લ ામાં નગરપાલિકાઓની ચૂંટણીમાં કોંગ્રેસ પુનરાવર્તન તો ભાજપ પરિવર્તન કરવા એડી ચોટીનું જોર લગાવશે. ગઈકાલે ચૂંટણીની તારીખ જાહેર થતાં જ આચારસંહિતાની અમલવારી લાગુ પડી છે. શહેર અને છ તાલુકાઓમાં કે યાં ચૂંટણી થવાની છે ત્યાં રાજકીય અને સરકારી યોજના દર્શાવતા હોડિગ્સ અને બેનર તથા રાજકીય પક્ષોના ચિત્રો અને સ્લોગન પર પીછડા મારવાનું શ કરવામાં આવ્યું છે. છ પાલિકામાં અને જૂનાગઢ મહાપાલિકામાં પણ મુદત પૂર્ણ થયા બાદ ચૂંટણી જાહેર ન થતા વહીવટદાર શાસન છે હવે આગામી ૧૮ ફેબ્રુઆરીએ મતગણતરી સંપન્ન થયા બાદ શાસકોના કબજામાં આવશે.જૂનાગઢ મહાનગર પાલિકા સહિત જિલ્લાની છ પાલિકાઓમાં આચારસંહિતાની અમલવારી શરૂ થઈ છે.શહેર અને જિલ્લામાં સરકારી યોજનાના હોર્ડીગ તથા રાજકીય પક્ષોના ચિત્રો દૂર કરવા  તજવીજ શરૂ કરવામાં આવી છે. ચૂંટણી આયોગ દ્રારા ચૂંટણીની તારીખ જાહેર થયાના દિવસથી જ આચારસંહિતાની અમલવારી શરૂ થાય છે. નિયમ મુજબ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી નવા પ્રોજેકટ ની જાહેરાત કરી શકાતી નથી તો આ ઉપરાંત રાજકીય કે સરકારી યોજનાઓ દર્શાવતા બેનર હોડિગ્સ પણ દૂર કરવામાં આવે છે. તત્રં દ્રારા મહાનગરપાલિકા વિસ્તારમાં અને જિલ્લાની છ પાલિકાઓના ક્ષેત્રમાં આવેલા રાજકીય પક્ષો અને સરકારી યોજનાના બેનરો અને હોડિગ્સ, ઝંડી ઝંડી અને સ્લોગન દૂર કરવા તજવીજ શરૂ કરવામાં આવી છે. મહાપાલિકા દ્રારા ૧૫ વોર્ડમાં અને જિલ્લા વહીવટી તત્રં દ્રારા છ નગરપાલિકા વિસ્તારમાં આચાર સંહિતા અમલવારીના ભાગરૂપે દિવાલ ઉપર દોરાયેલા વિવિધ રાજકીય પક્ષોના ચિત્રો પર પીછડા મારવામાં આવશે.મંજૂરી વગર રાજકીય પક્ષોની જાહેરાતના બેનર કે હેડિંગ્સ લગાવવામાં આવશે તો તેની સામે આચાર સંહિતા ભંગનો ગુનો દાખલ કરવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application