સિવિલ હોસ્પિટલમાં વધુ એક તબીબી બેદરકારીથી વૃધ્ધાનું મોત થયું હોવાનો પરિવારે આક્ષેપ કર્યેા હતો. રાત્રે વોર્ડ નં–૧૧માં દાખલ કરવામાં આવેલા વૃધ્ધાને રજા આપી પતિને ફરજ પરના ડોકટરે ઘરે લઇ જાવ સાં છે સેવા કરો અને નીચેથી દવા લેતા જજો કહી ડિસ્ચાર્જ આપી દીધા બાદ વૃધ્ધાને સ્ટેચરમાં નીચે લવાતા બેભાન હાલતમાં જ મોત નીપયું હતું.
એક મહિના પહેલા જ ગોંડલના યુવકને રાત્રે દાખલ કરવાને બદલે મેડિસિનના વોર્ડ નં–૧૦ના ડોકટરે તગેડી મુકયો હતો અને યુવકે આખી રાત પાકિગમાં વિતાવી હતીઅને સવારે મોત થયું હતું. મોટ થયા બાદ પણ યુવકને વેન્ટિલેટર ઉપર રાખી ફરીથી મરણ જાહેર કરનાર તબીબને આજકાલ દ્રારા ખુલ્લો પાડતા મેડિકલ કોલેજ કમિટીના નિર્ણય મુજબ ડીન દ્રારા ૬ મહિના સુધી સસ્પેન્ડ કર્યેા છે. જેને ગણતરીના દિવસો જ થયા છે. ત્યાં ફરી મેડિસિન વિભાગના વોર્ડ નં–૧૧માં વૃધ્ધાને પુરી સારવાર આપવાને બદલે હવે સાં છે ઘરે જઈને સેવા કરો નીચે ઓપીડી વિભાગમાંથી દવા લેતા જજો તેમ કહેતા વૃધ્ધ સ્ટેચર લઈને નીચે પહોંચતા જ પત્નીનુંને જગાડતા જાગતા ન હોઈ આથી ઇમરજન્સીમાં લઇ જતા ત્યાં મૃત હોવાનું જાહેર કયુ હતું. પત્નીનું મોત થતા વૃધ્ધએ ડોકટરની કેટલીક બેદરકારીઓ જાહેર કરી આક્ષેપો કરતા પોલીસે એમએલસી કેસ જાહેર કરી પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.
પ્રા માહિતી મુજબ મવડીમાં બાપાસીતારામ ચોક નજીક જસરાજનગર–૧માં રહેતા નયનાબેન કિશોરભાઈ દવે (ઉ.વ.૬૨)ના વૃધ્ધાને છાતીમાં અને વાસમાં દુ:ખાવો થતો હોવાની ફરિયાદ કરતા રાત્રીના સિવિલ હોસ્પિટલ ખાતે લવાયા હતા.ત્યાં ઇમરજન્સી વિભાગમાં પ્રાથમિક તપાસણી કરી મેડિસિન વોર્ડ નં–૧૧માં દાખલ કરવામાં આવ્યા હતા. સવારે ફરજ પરના તબીબે પતિ કિશોરભાઈને કહ્યું હતું કે હવે તમારા પત્નીને સાં છે, ઘરે લઇ જાવ અને સેવા કરો, નીચે ઓપીડીમાંથી દવા લેતા જજો આમ કહેતા કિશોરભાઈ સ્ટ્રેચર લઇને ઉપરથી નીચે આવ્યા હતા નીચે પહોંચતા રીક્ષા બોલાવી હોઈ પત્નીને જગાડતા પત્ની જાગતા ન હોવાથી ગભરાય ગયા હતા અને તરત ઇમરજન્સી વોર્ડમાં લઇ ગયા હતા ત્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કર્યા હતા.
મૃતકના પતિ કિશોરભાઈએ આક્ષેપ કર્યેા હતો કે, સવારે રજા આપવાની છે તેમ કોઈ વાત ડોકટરે કરી નહતી અને સાં છે ઘરે લઇ જાવ તેમ કહી દીધું હતું. હત્પં નીચે લાવ્યો એટલી વારમાં જ બેભાન થઇ ગયા હતા કે પહેલાથી હતા તેની પણ મને શંકા છે. આક્ષેપોના પગલે પોલીસે જરી કાગળો કરી આગળની તપાસ હાથ ધરી છે. ત્યારે તથ્ય શું ? આ મામલે હોસ્પિટલ તત્રં તપાસ કરશે ત્યારે સાચું કારણ સામે આવી શકે છે તેમજ પીએમ રિપોર્ટ આવ્યા બાદ વૃધ્ધાના મોતનું કારણ જાણી શકાશે. બનાવ થી પરિવારમાં ગમગીની છવાઈ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech