1998 ના વાવાઝોડાની સરખામણીમાં બિપરજોયમાં સરકારી તંત્રને ઉત્તમ કામગીરીની સરહના કરતા વૃદ્ધો

  • June 19, 2023 02:10 PM 

કેન્દ્રીય મંત્રી સમક્ષ વૃદ્ધોએ સંસ્મરણો શેર કર્યા

     દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ચાર તાલુકાઓમાં બુધવારથી શરૂ થયેલી બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિએ ખૂબ જ નુકસાન પહોંચાડ્યું છે. ત્યારે ત્રણ દિવસ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રહેલા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી સહિતના આગેવાનો, નેતાઓની ટીમ દ્વારા વાવાઝોડાના સમયમાં સંપૂર્ણ રીતે લોકોની વચ્ચે રહી અને જરૂરી કામગીરી તથા વ્યવસ્થાઓ કરી હતી.

      આ કામગીરી દરમિયાન અગાઉના દાયકાના બે ભયાનક વાવાઝોડા 1974 તથા 1998 ના સાક્ષી એવા વૃદ્ધોએ તેઓના અગાઉના ખરાબ અનુભવોની સ્થિતિમાં આજના સમયની સરકારની સતર્કતા તથા સજાગતા અને અગમચેતીના આયોજનની પ્રશંસા કરી હતી. વાવાઝોડાના આગમન પહેલા જ તમામ સ્થળોએ આશ્રયસ્થાનો, આ શેલ્ટર હોમમાં ગરમ ભોજનની વ્યવસ્થા, જેટલું નુકસાન થવાની સંભાવના હોય તેનાથી ડબલ સાધનો સાથેની ટીમો દ્વારા વીજ પુરવઠા અંગેની કામગીરી, કોઈ પણ રસ્તો થાંભલા કે વૃક્ષો પડે તો બે કલાકથી ઓછા સમયગાળામાં પૂર્વવત કરવો, જે રસ્તા પર પાણી ભરાય તેવા કોઝવેને બંધ કરી પોલીસ પેટ્રોલિંગ સહિતની વ્યવસ્થા કરવા, સગર્ભાઓનો સર્વે કરી તેમને હોસ્પિટલે પહોંચાડવાની વ્યવસ્થા, રાજ્ય તથા કેન્દ્રના મંત્રીઓ તેમજ અધિકારીઓનું સતત મોનિટરિંગ, રૂબરૂ સ્થળ મુલાકાત, ભાણવડ જેવા છેવાડાના વિસ્તારોમાંથી લોકોનું શિફ્ટિંગ, માનવતાપૂર્ણ વિવિધ કામો, વિગેરે તકેદારીના લેવામાં આવેલા પગલાંના ફળ સ્વરૂપે કોઈપણ માનવની જાનહાની થઈ ન હતી.

     એટલું જ નહીં, અનેક વિસ્તારોમાં વાવાઝોડું પૂર્ણ થયેલ 24 કલાકમાં વીજ પુરવઠો તેમજ વાહન વ્યવહાર શરૂ થઈ ગયો હતો. આમ સરકારી તંત્રના ઉત્કૃષ્ટ આયોજનની વયોવૃદ્ધ લોકોએ પ્રશંસા કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application