શહેરના રૈયા ટેલિફોન એકસચેન્જ પાસે હરીનગર–૪ પાસે તુલસીપત્ર એપાર્ટમેન્ટમાં રહેતા મહિલાના ફલેટમાં યુનિવર્સિટી પોલીસે દરોડો પાડી અહીં જુગાર રમતા આઠ મહિલાઓને ઝડપી લીધી હતી. પોલીસે પટમાંથી રોકડ પિયા ૨૯,૧૫૦ કબજે કર્યા હતા.
જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન રૈયા ટેલિફોન એકસચેન્જ પાસે હરીનગર ચાર નજીક તુલસીપત્ર એપાર્ટમેન્ટ ફલેટ નંબર ૪૦૨ માં રહેતા ભારતીબેન જીતેન્દ્રભાઈ ધ્રુવ (ઉ.વ ૬૦) ના લેટમાં પોલીસે દરોડો પાડી અહીં જુગાર રમતા આઠ મહિલાઓને ઝડપી લીધી હતી. જેમાં ભારતીબેન ઉપરાંત કવિતાબેન રમેશભાઈ આપલાણી (ઉ.વ ૪૦ રહે. જંકશન પોલીસ ચોકીની બાજુમાં, ગંગોત્રી અપાર્ટમેન્ટ), ચેતનાબેન મિલનભાઈ સંઘાણી(ઉ.વ ૪૦ રહે.રૈયા રોડ અલકાપુરી સોસાયટી શેરી નંબર ૨), એકતાબેન ગૌરાંગભાઈ કેસરિયા (ઉ.વ ૩૮ રહે. ગાંધીગ્રામ શેરી નંબર ૨), કલ્પનાબેન નિલેશભાઈ ઉનડકટ (ઉ.વ ૪૨ રહે. શીતલપાર્ક પાસે રવિ ટેનામેન્ટ), વનીતાબેન પ્રતાપગીરી ગોસ્વામી (ઉ.વ ૬૧ રહે. ઉદગમ સ્કૂલની બાજુમાં પુનિતના ટાકા પાસે) બીનાબેન રાજુભાઈ શાહ (ઉ.વ ૫૩ રહે. ૧૫૦ ફટ રીંગ રોડ મોદી સ્કૂલ પાસે અમી પાર્ક સોસાયટી) અને નીતાબેન તેજસભાઈ દોમડીયા (ઉ.વ ૪૯ રહે. તિપતિ સોસાયટી, હનુમાન મઢી પાસે) નો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ પિયા ૨૯,૧૫૦ કબજે કર્યા હતા.
જુગારના અન્ય દરોડામાં કુવાડવા રોડ પોલીસ મથકના સ્ટાફે રાજકોટ–અમદાવાદ હાઈવે પર કુવાડવા ગામ સ્મશાન પાછળ આવેલ મસાણી મેલડી માતાજીના મંદિર પાછળ ખુલ્લા પટમાં જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં પ્રેમજી કરમસી અઘોલા, ભરત રણછોડ મારવાણીયા, ભુપત સંગ્રામભાઇ બહત્પકિયા, રણછોડ ભગાભાઈ અંબાસણીયા અને લાખા કરણાભાઈ લામકાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ પિયા ૧૧,૦૫૦ અને પાંચ મોબાઇલ સહિત ૪૧,૫૦૦ નો મુદ્દામાલ કબજેકટ કર્યેા હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલીમાં પાટીદાર સમાજની દિકરીના પોલીસે કાઢેલા સરઘસ મુદે જામનગરમાં ઉગ્ર વિરોધ
January 03, 2025 02:19 PMજોડિયામાં બોટ ચોરીમાં નવો વણાંક ધંધાખારનાં કારણે બોટ સળગાવી દીધાનું ખુલ્યુ
January 03, 2025 02:16 PMજામનગર કાલાવડ દ્વારકાના ગ્રામ્ય વિસ્તારોમાં ૪૪ ટીમો દ્વારા વિજ ચેકીંગ
January 03, 2025 02:10 PMઅમરેલી લેટરકાંડમાં પાટીદારની દીકરીને ન્યાય અપાવવા પટેલો મેદાને, સુરતમાં રોડ પર બેઠક કરી, જાણો કારણ
January 03, 2025 02:09 PMઅલીયા અને સુર્યપરા ગામે ૧૪.૫૦ કરોડના કામોનું લોકાર્પણ ખાતમુહુર્ત કરતા કૃષિમંત્રી
January 03, 2025 02:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech