જૂનાગઢ જિલ્લામાં જુગારના આઠ દરોડા: ૪૪ જુગારીઓ ઝડપાયા

  • August 24, 2024 10:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જુનાગઢ જિલ્લ ામાં જુગાર ના દરોડાઓમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી જેમાં તાલુકા વિસ્તારમાં વડાલની સીમમાં વાડીમાં જુગાર રમતા મનીષભાઈ પટોડીયા, હિતેશ રાજપરા, સંજયભાઈ ઉર્ફે બાલો બાબરીયા, રાજેશ દોમડીયા, લલિત ડાભી, લાલજીભાઈ દોમડીયા ને ૩૯,૬૦૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતા.
જુગારના અન્ય દરોડામાં કેશોદમાં પ્રભાત નગરની શેરીમાં જાહેરમાં જુગાર રમતા કાનાભાઈ જાડેજા, હિતેન પાણખાણીયા, ભુપત કણસાગરા ને ૧૫૦૬૦ ના મુદ્દા માલ સાથે ઝડપાયા હતા. કેશોદ ના બાબા સિમરોલી ગામે રાજેશભાઈ ઉર્ફે રાજુ ભલાણી ની વાડીએ આંબાના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા ભરતભાઈ કરમટા, જીેશ ધુમલીયા, વૃજલાલ ભલાણી, સાવન કુમાર લાડાણી, ચિરાગ પુરોહિત, પ્રવીણ લાડાણી, રાકેશ ધોડાદરા, માનસિંગ સિસોદિયા ને ૩૬,૭૦૦ ની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.
વંથલી ના બારોટ ગામે હરેશભાઈ સોલંકી ના મકાનમાં ચાલતી જુગારની કલબ પર પોલીસે દરોડો પાડી જુગાર સંચાલક હરેશભાઈ, તથા જુગાર રમતા જુસબ સાંધ, ધનજીભાઈ ઝંઝવાડીયા, સરમણભાઇ વાઢીયા, ગોરધનભાઈ ચાવડા, દિનેશ ઝાંઝવાડીયા ને ૧૦,૯૦૦ ની રોકડ, ૫ મોબાઈલ મળે ૩૧,૪૦૦ ના મુદ્દા માલ સાથે ઝડપી લીધા હતા.
વંથલીના જીંજરી ગામ તરફ જતા રસ્તે જાહેરમાં જુગાર રમતા મનસુખભાઈ પાનસેરા, નરેશભાઈ પારધી, રમણીકભાઈ ચનુરા, વિપુલભાઈ કુડેચા, મહેશભાઈ વાઘેલા, કપિલ ચૌહાણ, જીતેન્દ્ર મકવાણાને ૫૯૦૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતા. યારે સીલના દીવાસા ગામે જાહેરમાં જુગાર રમતા મેરખી ભાઈ ડાકી, બાપુસા રફાઈ અને ધર્મેશકુમાર પુરોહિત ને ૮૧૦૦ ને રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા. માંગરોળ મરીન પોલીસ દ્રારા શાહપુર ગામે શારદા ગામ કોલોની વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ઉમરભાઈ કાપા, યુસુફભાઈ બમ, અબુભાઈ કરોડ, ઈબ્રાહીમ શેખ, મોહમ્મદ યુસુફ ધમેરીયા, ફાક સોરઠીયાને ૧૦,૨૦૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application