પોરબંદર, ખાગેશ્રી, અડવાણામાં આઠ જુગારીઓ ઝડપાયા

  • August 21, 2024 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદર, ખાગેશ્રી, અડવાણામાં આઠ જુગારીઓ ઝડપાયાત્રીસ હજારની રોકડ થઇ કબ્જે પોરબંદર, ખાગેશ્રી,અડવાણામાં આઠ જુગારીઓને પોલીસે ત્રીસ હજારની રોકડ સાથે આઠ જુગારીઓને પકડી પાડ્યા છે.
પોરબંદરમાં દરોડો પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં નવી ખડપીઠ પાસે દશામાંના મંદિર નજીક રોડ પર જુગાર રમતા મનસુખ કારા સોલંકી,ધર્મેશ નિલેષ સોલંકી,બાદલ ઉમેશ સોલંકીની પોલીસે ૧૩૮૦૦ ની રોકડ સાથે ધરપકડ કરી હતી. ખાગેશ્રીમાં દરોડો ખાગેશ્રી ગામે મચ્છી માર્કેટ પાસે જાહેર રોડ પર જુગાર રમતા નરેશ મુળુ રાઠોડ,ભાવેશ ચંદુલાલ કંટેસરીયાને પોલીસે ૧૦૩૮૦ ની રોકડ સાથે પકડી પાડ્યા હતા.
અડવાણામાં દરોડો અડવાણા ગામે દેવીપુજકવાસ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા સાગર લાલજી પરમાર,સુભાષ વિજય પરમાર,રાહુલ રમેશ પરમારને પોલીસે ૫૧૪૦ ની રોકડ સાથે જુગાર રમતા પકડી લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application