રાજકોટમાં રેલીના માધ્યમથી નારી સશક્તિકરણને પ્રોત્સાહન આપવા પ્રયાસ...રેલીમાં શી ટીમ, અભયમ્, નારી સંરક્ષણ ગૃહના મહિલા કર્મચારીઓ જોડાયા

  • August 01, 2024 09:41 PM 

ગુજરાત રાજ્યમાં નારી ઉત્કર્ષની અનોખી પહેલરૂપે મહિલા અને બાળ વિકાસ વિભાગ આયોજિત નારી વંદન ઉત્સવની ઉજવણી થઈ રહી છે. ત્યારે રાજકોટ જિલ્લામાં નારી વંદન સપ્તાહના પ્રથમ દિવસે મહિલા સુરક્ષાની થીમને ધ્યાનમાં રાખીને મહિલાઓને તેમની સલામતી અર્થે જાગૃત કરવામાં આવ્યા હતા. 


જેના ભાગરૂપે રાજકોટ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી આઇ. એન. સાવલિયાના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ સ્ટેશન ખાતેથી રેસકોર્ષ મેદાન ફરતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 'બેટી બચાવો, બેટી પઢાઓ' જેવા સૂત્રોચ્ચાર સાથે નારી સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.



આ રેલીમાં શી ટીમ, ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઈન, બી ડિવિઝન પોલીસ સ્ટેશન, પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટર (P.B.S.C.), સખી વન સ્ટોપ સેન્ટર, નારી સંરક્ષણ ગૃહનો સ્ટાફ જોડાયો હતો. આમ, મહિલા કર્મચારીઓ દ્વારા નારી વંદન સપ્તાહના પ્રથમ દિવસની હરખભેર ઉજવણી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application