ભાવનગર જિલ્લાના મોટા ખૂટવડાનો વતની અને હાલ કામરેજના શ્રીજી એવન્યુ બિલ્ડિંગ નંબર ૫, ફ્લેટ નંબર ૫૦૬માં રહેતો ૨૭ વર્ષીય યુવાનને સુરત એલસીવીએ ભારતીય ચલણની નકલી નોટ સાથે ઝડપી લીધો હતો. પ્રાથમિક તપાસમાં છેલ્લા ઘણા સમયથી હીરામાં મંદી હોય બેરોજગાર બનેલા યુવાને નકલી નોટ બનાવી બજારમાં ફરતી કરી હોવાનું ખુલ્યું હતું. મૂળ ભાવનગર જિલ્લાના મોટાખુટવડાનો વતની અને સુરતના કામરેજમાં રહી હીરા ઘસવાનું કામ કરતો કરણ ગુણવંતભાઈ વાઢેરનામના રત્નકલાકાર યુવાનને સુરત એલસીબીએ સાથે રાખી રહેઠાણના સ્થળે દરોડા પાડયા હતા. જ્યાથી નકલી નોટોનો જથ્થો પકડાયો હતો.
કામરેજના શ્રીજી એવન્યુ ફ્લેટ નં.બી-૫૦૬ માં રહેતો કરણ ગુણવંતભાઇ વાઢેર પોતાનાં ઘરે બનાવટી ચલણી નોટો છાપતો હોવાની બાતમીના આધારે પોલીસે આ ફ્લેટ પર રેડ કરી નકલી નોટો સાથે રત્નકલાકારને ઝડપી પાડયો હતો. પોલીસે જેની પુછપરછ કરતા ત્યાંથી ૩૪ હજાર કિંમતની ૫૦૦ નાં દરની ૬૮ નંગ નોટો, ૨૨ હજાર ૮૦૦ની કિંમતની ૨૦૦ નાં દરની ૧૧૪ નંગ નોટો, ૩૨૦૦ કિંમતની ૧૦૦ નાં દરની ૩૨ નંગ નોટો મળી કુલ ૬૦ હજાર કિંમતની ૨૧૪ નકલી ચલણી નોટો મળી આવી હતી તેમજ ૭૬ હજાર કિંમતની ૫૦૦, ૨૦૦અને ૧૦૦ના દરની પ્રિન્ટ કરેલી નકલી ચલણી નોટો છાપવા મૂકી હતી, ૧૫ હજાર કિંમતનું ચલણી નોટો છાપવા માટેનું કલર પ્રિન્ટર, ૫ હજાર કિંમતનો એક મોબાઇલ, ૬ હજાર રોકડા મળી ૧૫૬૬૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. ઝડપાયેલો કરણ વાઢેર એક ડબલ કરવાના બહાને નકલી નોટ પધરાવતો હોવાનું પણ ખુલ્યું હતું. હાલ પોલીસે કરણ વાઢેરે કેટલી માત્રામાં ક્યાં ક્યાં નકલી નોટો પધરાવી તેની તપાસ શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત એસટી બસના ભાડામાં 10% નો વધારો, આજ મધ્યરાત્રિથી નવા દરો લાગુ, આટલા લાખ મુસાફરોને પડશે અસર
March 28, 2025 10:57 PMખેડૂતો માટે ખુશખબર: મકાઈ, બાજરી, જુવાર, રાગીની સીધી ખરીદી, ક્વિન્ટલ દીઠ 300 રૂપિયા બોનસ
March 28, 2025 10:55 PMવિધાનસભામાં મુખ્યમંત્રીના સંબોધનમાં ભાજપના જ 40 ધારાસભ્યો ગેરહાજર, કોંગ્રેસ પણ દૂર રહી
March 28, 2025 10:53 PMમ્યાનમારથી થાઈલેન્ડ સુધી ભૂકંપથી તબાહી, 188ના મોત, 800થી વધુ ઘાયલ
March 28, 2025 10:50 PMસુરત દુષ્કર્મ કેસમાં હાઇકોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ પર આસારામને 3 મહિનાના હંગામી જામીન આપ્યા
March 28, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech