જામનગર ખાતે યોજાયેલ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના 29 મા પદવીદાન સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે નવવધૂ ડૉ. મેહઝબીન શેખે ડીગ્રી મેળવી
સુરતની નવવધૂ ડૉ. મેહઝબીન જલાલુદ્દીન શેખે શિક્ષણ પ્રત્યેનું અનોખું સમર્પણ દર્શાવ્યું છે. વલસાડની આર.એમ.ડી. આયુર્વેદ કોલેજમાંથી બીએએમએસની ડિગ્રી મેળવનાર ડૉ. મેહઝબીનના લગ્ન સુરતના ડૉ. ઈરફાન ઈમરાન મુલ્લા સાથે તાજેતરમાં સંપન્ન થયા. 20મી એપ્રિલની રાત્રે સુરતમાં તેમના લગ્નનું રિસેપ્શન યોજાયું હતું, જ્યારે 21મી એપ્રિલની સવારે જામનગરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો 29મો પદવીદાન સમારોહ હતો.
પોતાના લગ્નની કંકોત્રી વહેંચાઈ ગયા બાદ પદવીદાન સમારોહની તારીખ આવતા, ડૉ. મેહઝબીન અને તેમના પતિ ડૉ. ઈરફાને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો. તેમણે પોતાના જ લગ્નના રિસેપ્શન અને ઘરે આવેલા મહેમાનોને છોડીને જામનગર જવા માટે ટ્રેન પકડી. આખી રાતનો પ્રવાસ ખેડીને તેઓ જામનગર પહોંચ્યા અને ત્યાં રાજ્યપાલના હસ્તે ડૉ. મેહઝબીન શેખે તેમની ડોક્ટર ઓફ આયુર્વેદની ડિગ્રી પ્રાપ્ત કરી. ડિગ્રી મેળવ્યા બાદ આ દંપતી તરત જ સુરત પરત ફર્યું હતું.
ડૉ. મેહઝબીન અને ડૉ. ઈરફાન મુલ્લાએ શિક્ષણ પ્રત્યેની પોતાની નિષ્ઠા અને આદરનું ઉત્તમ ઉદાહરણ સમાજ સમક્ષ રજૂ કર્યું છે.જ્યાં શિક્ષણનું પ્રમાણ તુલનાત્મક રીતે ઓછું જોવા મળે છે, ત્યાં આ દંપતીએ એક નવી રાહ ચીંધી છે. તેમનું આ કાર્ય અન્ય લોકો માટે પ્રેરણારૂપ બની રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતમાં ચર્ચામાં રહેલી તુર્કીના રાષ્ટ્રપતિની પુત્રી સુમેય એર્દોગન કોણ છે?
May 17, 2025 04:35 PMમહિલા કોલેજ સર્કલમાં અઢી લાખની માટી નખાયા બાદ તંત્રને લાગ્યુ કે ગારો થશે
May 17, 2025 04:22 PMભાવનગરના વેપારીને અમદાવાદના શખ્સે અર્ધા લાખનો ચૂનો ચોપડ્યો
May 17, 2025 04:17 PM૩૮ ડીગ્રીના તાપમાન અને ૭૭ ટકા સાથેના ભેજથી લોકો અકળાયા
May 17, 2025 03:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech