‘આજકાલ’ના બ્રેકિંગનો પડઘો: ટાઉનહૉલ પાસે તાત્કાલિક ગટરનું ઢાંકણુ બદલાવાયું

  • December 30, 2023 01:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરની મધ્યમાં આવેલા ટાઉનહૉલ પાસે છેલ્લા બે દિવસથી ભૂગર્ભ ગટરનું ઢાંકણું તૂટી ગયું હોવાથી ગટર ખૂલ્લી થઈ ગઈ હતી. આ અંગે કોર્પોરેશનને કોઈકે જાણ કરી હતી. પરંતુ આ અંગે કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતાં! આખરે ‘આજકાલ’ દ્વારા સત્તાધિશોનું ધ્યાન દોરવા બ્રેકિંગ નાખવામાં આવ્યું હતું અને તુરંત જ ધારાસભ્ય દિવ્યેશ અકબરીના ધ્યાનમાં આવતાં તેઓએ તાત્કાલિક અધિકારીઓને જરુરી સૂચના આપીને આ ઢાંકણું લગાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આમ ‘આજકાલ’ દ્વારા અપાયેલા બ્રેકિંગના અડધા કલાક બાદ જ ચાર-પાંચ દિવસથી ખૂલ્લી ગટરને ઢાંકણું લાગી ગયું હતું. અત્રે નોંધનિય છે કે, આ મુખ્ય માર્ગ હોવાથી ખૂલ્લી ગટરના કારણે અકસ્માતનો સતત ખતરો રહેતો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application