આજે વહેલી સવારે લગભગ 5:36 વાગ્યે રાજધાની દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર નવી દિલ્હી હતું અને તેની ઊંડાઈ પાંચ કિલોમીટર હોવાનું કહેવાય છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ માહિતી આપી હતી. ભૂકંપના જોરદાર આંચકાને કારણે ઘણા વિસ્તારોમાં લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી આવ્યા હતા. જોકે, અત્યારસુધી કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી બાદ બિહારના સિવાનમાં સમાન તીવ્રતા (4.0) નો ભૂકંપ અનુભવાયો. ભૂકંપના કારણે સિવાનના લોકો ગભરાઈ ગયા હતા. લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળીને ખુલ્લા વિસ્તારોમાં દોડી ગયા હતા.
મળતી માહિતી પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર ધૌલા કુઆનમાં દુર્ગાબાઈ દેશમુખ કોલેજ ઓફ સ્પેશિયલ એજ્યુકેશન પાસે હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, દર બે થી ત્રણ વર્ષે આ વિસ્તારમાં હળવા ભૂકંપના આંચકા અનુભવાય છે. અગાઉ 2015માં અહીં 3.3ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપની સાથે એક મોટો અવાજ પણ સંભળાયો, જેનાથી ઘણા લોકો ડરી ગયા. દિલ્હી પોલીસે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, દિલ્હી, અમને આશા છે કે તમે બધા સુરક્ષિત હશો. કોઈપણ કટોકટીની સ્થિતિમાં હેલ્પલાઇન નંબર 112 પર કોલ કરો.
ભૂકંપના આંચકાને કારણે, દિલ્હી, નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં ઘણી ઊંચી ઇમારતોમાં રહેતા લોકો ગભરાઈને પોતાના ઘરની બહાર નીકળી ગયા. પશ્ચિમ દિલ્હીના એક રહેવાસીએ જણાવ્યું કે, તેમને પહેલી વાર આટલો જોરદાર ભૂકંપનો અનુભવ થયો. આ દરમિયાન નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર પ્રયાગરાજ જતી ટ્રેનની રાહ જોઈ રહેલા એક શ્રદ્ધાળુએ કહ્યું કે, એવું લાગ્યું કે જાણે કોઈ ટ્રેન અચાનક એક ઝટકા સાથે અટકી ગઈ હોય.
ગાઝિયાબાદમાં એક બહુમાળી ઇમારતમાં રહેતા એક વ્યક્તિએ જણાવ્યું કે ભૂકંપ એટલા જોરદાર હતા કે બધા ગભરાઈને નીચે દોડી ગયા. નોઈડા સેક્ટર 20ના E બ્લોકમાં મોર્નિંગ વોક કરી રહેલી એક મહિલાએ કહ્યું, અમે પાર્કમાં ચાલતા હતા, આથી અમને તે અનુભવાયો નહીં. પરંતુ તે ખૂબ જ જોરદાર હતો, લોકો તરત જ બહાર આવી ગયા.
ધીરજ અને સાવધાની રાખવા પીએમ મોદીની અપીલ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર એક પોસ્ટમાં લોકોને સાવધ રહેવાની વિનંતી કરી અને કહ્યું, દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા. અમે દરેકને શાંત રહેવા અને સલામતીની સાવચેતીઓનું પાલન કરવા વિનંતી કરીએ છીએ. અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
યુપી અને હરિયાણાના ઘણા વિસ્તારોમાં આંચકા
દિલ્હી-એનસીઆરની સાથે, ઉત્તર પ્રદેશના મુરાદાબાદ, સહારનપુર, અલવર, મથુરા અને આગ્રામાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. હરિયાણાના કુરુક્ષેત્ર, હિસાર, કૈથલમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, અત્યાર સુધી આનાથી કોઈ પણ પ્રકારના નુકસાનના સમાચાર આવ્યા નથી.
અરવિંદ કેજરીવાલે સુરક્ષાની કામના કરી
ભૂકંપ અંગે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું, હું બધાની સલામતી માટે પ્રાર્થના કરું છું. આપ નેતા આતિશીએ પણ પોસ્ટ કરી કહ્યું કે દિલ્હીમાં હમણાં જ એક જોરદાર ભૂકંપ આવ્યો છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે બધા સુરક્ષિત રહે.
આખી ઇમારત ધ્રૂજી રહી હતી: સ્થાનિક રહેવાસી
ભૂકંપ અંગે ગાઝિયાબાદના એક રહેવાસીએ કહ્યું, ભૂકંપ ખૂબ જ જોરદાર હતો. મેં પહેલાં ક્યારેય આવું કંઈ અનુભવ્યું નહોતું. આખી ઇમારત ધ્રુજી રહી હતી. દરમિયાન, દિલ્હી રેલ્વે સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ રહેલા એક મુસાફરે કહ્યું, ભૂકંપ થોડા સમય માટે હતો પરંતુ તેની તીવ્રતા ખૂબ વધારે હતી.
તીવ્રતા માત્ર ૪ ની જ હતી તો આંચકા કેમ વધુ અનુભવાયા?
જ્યારે ભૂકંપનું કેન્દ્ર શહેરની અંદર હોય છે, ત્યારે ભૂકંપના આંચકા વધુ તીવ્રતાથી અનુભવાય છે. આનું કારણ એ છે કે ભૂકંપના તરંગોને મેદાની વિસ્તારો કરતાં માળખા કે ઇમારત સુધી પહોંચવા માટે ઓછું અંતર કાપવું પડે છે. આનાથી કંપન વધે છે અને આંચકા ખૂબ શક્તિશાળી લાગે છે. દિલ્હી એનસીઆરમાં મોટી સંખ્યામાં બહુમાળી ઇમારતો છે. ગાઝિયાબાદ, નોઈડા, દિલ્હી, ગુરુગ્રામમાં આવેલી આ ઊંચી ઇમારતોને કારણે, ત્યાં વધુ કંપન થાય છે અને આ ઇમારતો વધુ હચમચી જાય છે. દિલ્હીની માટી પણ આ તીવ્ર ભૂકંપનું એક કારણ છે. અહીંના કેટલાક ભાગોમાં માટી નરમ કાંપવાળી છે. આના કારણે ભૂકંપના મોજા વધી શકે છે. આનાથી આંચકા વધુ મજબૂત બને છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકૉલેજ કર્મચારીઓ માટે ખુશખબર: મેડિકલ ભથ્થામાં રૂ.700નો વધારો, 1 એપ્રિલ 2025થી અમલ
February 28, 2025 09:03 PMદમણમાં સનસનાટીભરી ચોરી: કરોડોનું સોનું અને વિદેશી ચલણ ગાયબ, મંદિરમાં પણ હાથફેરો
February 28, 2025 09:01 PM16 વર્ષે ન્યાય મળ્યો: સ્વાધ્યાય પરિવારના પંકજ ત્રિવેદી હત્યા કેસમાં 10 આરોપીઓને આજીવન કેદ
February 28, 2025 08:59 PMરાજકોટ AIIMSમાં નવા ડેપ્યુટી ડાયરેક્ટરનો પદભાર: કલેક્ટર અને DDOએ લીધી મુલાકાત
February 28, 2025 08:58 PMજામનગર જિલ્લાના પાંચ હોમગાર્ડઝને ઓફિસર તરીકે પ્રમોશન
February 28, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech