દિલ્હીમાં ભૂકંપઃ દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા, હરિયાણાના ફરીદાબાદમાં કેન્દ્રબિંદુ

  • October 15, 2023 08:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલ્હી એનસીઆર અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. જોરદાર ભૂકંપના આંચકા જોઈને લોકો ઘરની બહાર આવી ગયા હતા. આ આંચકા દિલ્હી, નોઈડા, ફરીદાબાદ, ગુરુગ્રામ, ગાઝિયાબાદ સહિત નજીકના શહેરોમાં અનુભવાયા હતા. આ પહેલા આ મહિને 3જી ઓક્ટોબરે પણ દિલ્હી-એનસીઆરમાં ભૂકંપ આવ્યો હતો.


દિલ્હી-NCRમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ આંચકા રાજધાની દિલ્હી અને આસપાસના શહેરો ફરિદાબાદ, ગુરુગ્રામ, ગાઝિયાબાદ, નોઈડામાં અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.1 હતી. 


મળતી માહિતી પ્રમાણે સાંજે 4.08 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર હરિયાણાનો ફરીદાબાદ જિલ્લો હતો. આ પહેલા આ મહિને 3જી ઓક્ટોબરે પણ દિલ્હી-એનસીઆરમાં ભૂકંપ આવ્યો હતો.


3 ઓક્ટોબરે જોરદાર આંચકા અનુભવાયા
3 ઓક્ટોબરે દિલ્હી-NCR સહિત આસપાસના શહેરોમાં ભૂકંપ આવ્યો હતો. તે દરમિયાન લોકોએ ભૂકંપના જોરદાર આંચકા અનુભવ્યા હતા. લોકો પોતાના ઘર અને ઓફિસમાંથી બહાર આવી ગયા હતા. બપોરે 02.51 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તે દરમિયાન ભૂકંપની તીવ્રતા 6.2 હતી. બપોરે આવેલા ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application