શનિવારથી શેઠ હાઇસ્કૂલ, વિરાણી, ચૌધરી અને રણછોડદાસજી હોલમાં ઈવીએમ રખાશે

  • April 04, 2024 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી જે તે સંસદીય મતવિસ્તારમાં આવતી વિધાનસભાની બેઠક વાઈઝ રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટરો નક્કી કરાયા છે. ત્યાં ઈવીએમની ફાળવણી કરવામાં આવશે. આગામી શનિવારે ઈવીએમના ફસ્ર્ટ રેન્ડમાઇઝેશન કરાયા બાદ અહીં ઈવીએમ રાખવામાં આવશે.

પત્રકારો સાથેની વાતચીતમાં કલેકટરે જણાવ્યું હતું કે શનિવારે ૩૬૦૦ બેલેટ યુનિટ ૨૯૭૬ કંટ્રોલ યુનિટ અને ૩૪૮૯ વીવીપેટ છે તેનું પ્રથમ રેન્ડમાઇઝેશન કરવામાં આવશે.
૬૮ રાજકોટ પૂર્વના ઈવીએમ ૮૦ ફટના રોડ પર આવેલ પી એન્ડ ટી વી શેઠ હાઇસ્કુલમાં રાખવામાં આવશે. ૬૯ રાજકોટ પશ્ચિમના એસ.વી.વિરાણી હાઈસ્કૂલમાં, ૭૦ રાજકોટ દક્ષિણના રણછોડદાસજી હોલમાં અને ૭૧ રાજકોટ ગ્રામ્યના ઈવીએમ ચૌધરી હાઇસ્કુલમાં રાખવામાં આવનારા છે. રીસીવિંગ અને ડિસ્પેચિંગના આ ચારે ચાર સેન્ટરની અને તેમાં બનાવવામાં આવેલા સ્ટ્રોંગ મ ની જિલ્લા કલેકટરે આજે મુલાકાત લીધી હતી. જિલ્લા કલેકટરે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ સંસદીય મતવિસ્તારમાં મોરબી ટંકારા અને વાંકાનેર તાલુકાના અમુક મતદાન મથકો આવતા હોવાથી આ ત્રણ તાલુકાના સ્ટ્રોંગ મની પણ મુલાકાતને અગાઉ લીધી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application