ઈપીએફઓ માં દર વર્ષે સમાન વ્યાજ મળશે

  • February 18, 2025 10:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
કેન્દ્ર સરકાર સંસ્થા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)ના લગભગ 7 કરોડ ગ્રાહકોને દર વર્ેે સમાન નિશ્ચિત વ્યાજ આપવા માટે એક નવું ફંડ બનાવવાની તૈયારી કરી રહી છે. આને ઈન્ટરેસ્ટ સ્ટેબિલાઈઝેશન રિઝર્વ ફંડ કહેવામાં આવશે. સરકાર ઇચ્છે છે કે ઈપીએફઓ સભ્યોને આપવામાં આવતા વાર્ષિક વળતરને ઈપીએફઓની રોકાણની કમાણીથી અલગ રાખવામાં આવે. એટલે કે દર વર્ષે ઈપીએફઓ સભ્યોને વ્યાજની ચૂકવણી કર્યા પછી ઈપીએફઓ દ્વારા બચેલા પૈસા આ ફંડમાં જમા કરવામાં આવશે. ધારો કે કોઈ વર્ષે શેરબજાર ઘટ્યું કે વ્યાજ દરો ઘટ્યા અને ઈપીએફઓને ઓછો નફો થયો. તો આ ફંડમાંથી પૈસા ઉપાડીને ઈપીએફઓ સભ્યોને વ્યાજ આપવામાં આવશે.


અધિકારીએ કહ્યું કે હજી આ યોજના પ્રારંભિક તબક્કામાં છે. આ વર્ષના અંત સુધીમાં તેના પર વધુ કામ કરવામાં આવશે. જો બધું બરાબર રહ્યું તો આ યોજના 2026-27થી શરૂ થઈ શકે છે.


સૂત્રોએ જણાવ્યું કે આ યોજના પર હજુ કામ ચાલી રહ્યું છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે આ માટે અભ્યાસ શરૂ કર્યો છે. આ અભ્યાસ જણાવશે કે આ ફંડ કેવી રીતે કામ કરશે અને તેમાં કેટલા પૈસા રાખવામાં આવશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે ઈપીએફઓ તેના ગ્રાહકોને બજારની વધઘટથી બચાવવા માંગે છે. શેરબજારમાં રોકાણથી નફો-નુકસાન થતું રહે છે. જો શેરબજારમાં ઘટાડો થાય તો આ ફંડમાંથી નાણાંનો ઉપયોગ કરીને વ્યાજ દર સ્થિર રાખી શકાય છે. આ કારણે વ્યાજ દરમાં અચાનક ઘટાડો કે વધારો નહીં થાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application