મેજિકવિન ગેમ્બલિંગ એપ કેસમાં મલ્લિકા શેરાવત–પૂજા બેનર્જીને ઇડીનું સમન્સ

  • December 19, 2024 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મેજિક વિન ગેમ્બલિંગ એપ સંબંધિત કેસમાં ઇડીએ બોલિવૂડ અને નાના પડદાના કલાકારોને સમન્સ મોકલ્યા છે. ઇડીએ આ કેસમાં બોલિવૂડ અભિનેત્રી મલ્લિકા શેરાવત અને પૂજા બેનજીર્ને સમન્સ પાઠવ્યા છે. ઈડીએ આ કેસમાં પૂજા બેનજીર્ની પૂછપરછ કરી છે. યારે મલ્લિકા શેરાવતે મેલ દ્રારા સમન્સનો જવાબ આપ્યો છે.
જુગાર એપ મેજિક વિન સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટની તપાસનો વ્યાપ સતત વધી રહ્યો છે. મલ્લિકા શેરાવત અને પૂજા બેનર્જી ઉપરાંત ઇડીએ બે વધુ મોટી હસ્તીઓને પણ સમન્સ પાઠવ્યા છે જેમને શુક્રવાર અને શનિવારે પૂછપરછમાં સામેલ થવા માટે બોલાવવામાં આવ્યા છે. આગામી સાહે ઇડી વધુ ૭ મોટા સેલેબ્સ, ટીવી કલાકારો અને કોમેડિયનને પણ સમન્સ મોકલશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મલ્લિકા શેરાવતે ઈમેલ દ્રારા ઈડીને પોતાનો જવાબ આપ્યો હતો યારે પૂજા બેનર્જી ઈડીની અમદાવાદ ઓફિસમાં પૂછપરછમાં હાજર રહી હતી. ઇડીએ મેજિક વિન સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી, મુંબઈ અને પુણેમાં ૨૧ સ્થળો પર દરોડા પાડા હતા. દરોડામાં ઘણા દસ્તાવેજો, ડિજિટલ ઉપકરણો અને ૩૦ લાખ પિયા જ કરવામાં આવ્યા છે. ઇડીએ અમદાવાદ પોલીસ દ્રારા સાયબર ક્રાઇમ માટે નોંધાયેલી એફઆઇઆર પર તેની તપાસ શ કરી હતી જેમાં મેજિક વિન અને અન્ય ઘણી એપ્સને આરોપી બનાવવામાં આવી હતી.
એવો આરોપ છે કે મેજિક વિન દ્રારા મેન્સ ટી૨૦ વલ્ર્ડ કપનું ગેરકાયદે પ્રસારણ કરવામાં આવ્યું હતું. આના દ્રારા ઓનલાઈન સટ્ટાબાજી પણ કરવામાં આવતી હતી. ઇડીની તપાસમાં સામે આવ્યું છે કે મેજિક વિન એક ગેમિંગ વેબસાઇટ છે જેના માલિક પાકિસ્તાની નાગરિક છે. કેટલાક ભારતીય નાગરિકો દુબઈમાં બેસીને આ વેબસાઈટ ઓપરેટ કરતા હતા. તપાસમાં સામે આવ્યું છે કે વેબસાઇટ પર જે ગેમ્સ પર સટ્ટાબાજી બતાવવામાં આવી હતી તે ફિલિપાઇન્સ અને અન્ય દેશોમાં રમાય છે અને ત્યાં તેના પર સટ્ટો રમવો કાયદેસર છે. ઇડીની તપાસમાં ખુલાસો થયો છે કે ખેલાડીઓ અને બુકીઓ દ્રારા ગેમમાં રોકાયેલા પૈસા શેલ કંપની દ્રારા ડાયવર્ટ કરવામાં આવ્યા હતા અને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવામાં આવ્યું હતું. જે દુબઈમાં રોકડ કરવામાં આવી હતી. આ મામલામાં ઇડીએ અત્યાર સુધીમાં ૬૮ વખત સર્ચ ઓપરેશન હાથ ધયુ છે. ઇડી અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મની લોન્ડરિંગ કેસમાં અત્યાર સુધીમાં ૩ કરોડ ૫૫ લાખ પિયા જ કરવામાં આવ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application