આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના ઘર પર ઇડીના દરોડા

  • October 10, 2023 12:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આમ આદમી પાર્ટીના વધુ એક નેતા એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટના રડાર પર આવ્યા છે. આજે ઇડી એ દિલ્હીમાં આપ નેતા અને ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના ઘર પર દરોડા પાડા હતા. , ઇડી ની ટીમ સવારે લગભગ ૬.૩૦ વાગ્યે તેના ઘર પાસે પહોંચી હતી. ૭.૩૦ વાગ્યે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટની ટીમ અમાનતુલ્લા ખાનના ઘરમાં પ્રવેશી હતી.ઉલ્લેખનીય ભ્રષ્ટ્રાચાર વિરોધી બ્યુરો એ દિલ્હી વકફ બોર્ડના કામકાજમાં નાણાકીય ગેરરીતિ અને અન્ય અનિયમિતતા સંબંધિત એક કેસમાં અમાનતુલ્લાહ વિદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી. ઈડીએ એફઆઈઆરના આધારે અમાનતુલ્લા વિદ્ધ મની લોન્ડરિંગની તપાસ શરૂ  કરી છે.


આરોપ છે કે અમાનતુલ્લા ખાને દિલ્હી વકફ બોર્ડના અધ્યક્ષ તરીકે કામ કરતી વખતે નિયમોનું ઉલ્લંઘન કરીને ગેરકાયદેસર રીતે ૩૨ લોકોની ભરતી કરી હતી. દિલ્હી વકફ બોર્ડના તત્કાલિન સીઈઓએ આવી ગેરકાયદેસર ભરતી વિદ્ધ નિવેદન બહાર પાડું હતું. દિલ્હી વકફ બોર્ડના અધ્યક્ષ તરીકે અમાનતુલ્લા ખાન ભ્રષ્ટ્રાચાર અને પક્ષપાતમાં સંડોવાયેલા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ સાથે દિલ્હી વકફ બોર્ડની ઘણી મિલકતો ગેરકાયદેસર રીતે ભાડા પર આપવામાં આવી છે. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેણે દિલ્હી વકફ બોર્ડના ભંડોળનો દુપયોગ કર્યેા છે, જેમાં દિલ્હી સરકારની અનુદાનનો સમાવેશ થાય છે.આ સંબંધમાં એન્ટી કરપ્શન બ્યુરો એ સપ્ટેમ્બર ૨૦૨૨માં અમાનતુલ્લાની પૂછપરછ કરી હતી. જે બાદ માહિતીના આધારે ચાર સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. લગભગ ૨૪ લાખ પિયાની રોકડ મળી આવી હતી. આ ઉપરાંત બે ગેરકાયદેસર અને લાઇસન્સ વગરની પિસ્તોલ મળી આવી હતી. કારતુસ અને દાગોળો પણ મળી આવ્યો હતો. બાદમાં અમાનતુલ્લાની ધરપકડ કરવામાં આવી હતી. પુરાવા અને વાંધાજનક સામગ્રીના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application