દેવભૂમિ દ્વારકા જિલ્લાની મોટરિંગ પબ્લિક/ વાહન માલિકોને જણાવવાનું કે, TRANSORT (ટ્રાન્સપોર્ટ કેટેગરી)ની સીરીઝ GJ-37-V(વી), Construction પ્રકારના વાહનો (OTH કેટેગરી)ની સીરીઝ GJ-37-S(એસ), ટુ-વ્હીલર (2W)ની સીરીઝ GJ-37-P(પી) તથા GJ-37-N(એન), ફોર-વ્હીલર(LMV)ની સીરીઝ GJ-37-M(એમ), GJ-37-J(જે) તેમજ થ્રી-વ્હીલર(૩W) રીક્ષાની GJ-37-U(યુ) કેટેગરીમાં બાકી રહેલા ગોલ્ડન તથા સિલ્વર નંબર માટે ઇ-ઓકસન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.
જે અન્વયે ઓનલાનઇન અરજીનો સમયગાળો તા.૨૮/૧૦/૨૦૨૪થી તા.૩૦/૧૦/૨૦૨૪ સુધીનો રહેશે. તેમજ ઇ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો તા.૩૦/૧૦/૨૦૨૪ થી ૦૧/૧૧/૨૦૨૪ સુધીનો રહેશે. આ અંગે ઇ-ઓકસનનું પરિણામ તારીખ ૦૧/૧૧/૨૦૨૪ના સાંજે ૦૪-૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાહન માલિકોએ સૌ પ્રથમ WWW.PARIVAHAN.GOV.IN વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ યુઝર આઇ.ડી અને પાસવર્ડ મેળવવાનો રહેશે અને ત્યાર બાદ આ વેબસાઇટ પર લોગ ઈન કરી વાહન ખરીદીના દિવસ-૭ની અંદર ઓનલાઇન સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે. વાહન માલિકે ગોલ્ડન અને સિલ્વર અને અન્ય પસંદગીના નંબર પરથી કોઇ એક નંબર પસંદ કરીને ઓનલાઇન પેમેન્ટ પ્રક્રિયા કરીને ઓનલાઇન રસીદ મેળવી લેવાની રહેશે.
ઉલ્લેખનીય છે કે, વાહન માલિક પોતાની બિડ ઉપરોકત દર્શાવેલ સમયગાળા દરમ્યાન ૧૦૦૦ના ગુણાંકમાં વધારી શકશે. પસંદગીના લાગેલ નંબરવાળા અરજદારોએ બીડ અમાઉન્ટના નાણાંનું ચુકવણું દિવસ પાંચમા ઓનલાઇન કરવાનું રહેશે. જેમાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે. આ ઈ ઑક્સનના અંતે અસફળ થયેલ અરજદારોને હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણા પરત કરવાના હોવાથી નેટ બેન્કિંગ, ક્રેડિટ/ ડેબિટ કાર્ડથી ચુકવણું કર્યું હોય તે જ મોડથી નાણા અરજદારશ્રીના તે જ ખાતામાં SBI-EPAY દ્વારા પરત કરવામાં આવશે તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMસારા એવા રસ્તાની રાજકોટ મનપાએ પથારી ફેરવી નાખી !, ઉબડખાબડવાળા રસ્તા અને સત્તત ઉડે છે ધૂળની ડમરીઓ
February 23, 2025 03:29 PMરાજકોટ : સિવિલ હોસ્પિટલ કે ટુ વ્હીલર્સ પાર્કિંગ?
February 23, 2025 03:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech