દ્વારકાધીશ મંદિર આજે પણ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

  • June 16, 2023 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકાના વિશ્વવિખ્યાત શ્રી દ્વારકાધીશ મંદિર બિપરજોય વાવાઝોડાની અસર અને ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ ભક્તો અને યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી આજરોજ શુક્રવાર તારીખ ૧૬ મીના રોજ પણ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. જોકે મંદિરમાં શ્રીજીની સેવા- પૂજાનો નિત્યક્રમ પરંપરા મુજબ પૂજારીશ્રીઓ દ્વારા ચાલુ રહેશે. શ્રીજીના નિત્ય દર્શન માટે સંસ્થાની વેબસાઈટ ૂૂૂ.મૂફસિફમવશતવ.જ્ઞલિ તથા સંસ્થાના અન્ય અધિકૃત સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઈન ભક્તો દર્શન કરી શકશે. જેની સૌ ભાવિક ભક્તજનોને નોંધ લેવા વહીવટદારની એક યાદીમાં જણાવાયું છે.
**
જામનગર એસટી ડિવિ.ની તમામ બસ બંધ: મુસાફરોને હાલાકી
બિપરજોય વાવાઝોડા અન્વયે નાગરિકોને ઓછામાં ઓછી નુકસાની થાય તે હેતુથી જામનગર એસ.ટી.વિભાગ દ્વારા તમામ રૂટની બસો હાલ પૂરતી સ્થગિત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવેલ છે.વિભાગ હેઠળના જામનગર, દ્વારકા, ખંભાળિયા, ધ્રોલ તથા જામજોધપુર સહિતના તમામ એસ.ટી.બસ ડેપો પરથી પરિવહન કરતી તમામ રૂટની બસો હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે.સરકારશ્રી તરફથી નવી સૂચના મળ્યે બસોનું પરિવહન પૂન: તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવશે તેમ જામનગરના વિભાગીય નિયામક શ્રી સંજય જોશી દ્વારા જણાવાયું છે.
**
બિપરજોય વાવાઝોડાને ધ્યાને લેતા જામનગરમાં સાંસદ યોગ સ્પર્ધા રદ્દ કરાઇ
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્યના ૨૬ સંસદીય વિસ્તારમાં આંતર રાષ્ટ્રીય યોગ દીવસ અંતર્ગત સાંસદ યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ હાલ બિપરજોય વવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઈને હવામાન વિભાગ દ્વારા જામનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી સલામતીના ભાગરૂપે જામનગર જિલ્લામાં યોજાનાર સાંસદ યોગ સ્પર્ધા રદ્દ કરવામાં આવેલ છે. તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application