દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ અદાલતોમાં તા. ૦૯ માર્ચના આયોજન
ધી નેશનલ લીગલ સર્વીસીસ ઓથોરીટી એકટ-૧૯૮૭, નામદાર સુપ્રિમ કોર્ટની અનુશ્રામાં રાષ્ટ્રીય સ્તર ઉપર કાનૂની સેવાના ક્ષેત્રમાં કાર્ય કરતી ઓટોનોમસ બોડી રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તેમજ રાજય કક્ષાએ નામદાર ગુજરાત હાઇકોર્ટની અનુશ્રામાં કાર્ય કરતી બોડી ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના સીધા માર્ગદર્શનમાં આગામી તારીખઃ-૦૯/૦૩/ર૦ર૪, શનિવારના રોજ સમગ્ર દેવભૂમિ દ્રારકા જિલ્લાની તમામ અદાલતોમાં વર્ષ-૨૦૨૪ની પ્રથમ રાષ્ટ્રીય લોક-અદાલત તેમજ સ્પેશિયલ મેજીસ્ટ્રેયીલ સીંટીંગનું આયોજન કરવામાં આવનાર છે.
જેમાં અદાલતમાં ચાલતા હોય તેવા તમામ સમાધાન લાયક સિવિલ તથા ફોજદારી કેસો જેવા કે, લગ્ન વિષયક તકરારો, મોટર અકસ્માત વળતર કેસ, દિવાની કેસ, કામદાર વળતર કેસ, મોબાઇલ કંપની સાથેના વિવાદ, ફોજદારી સમાધાન પાત્ર ગુન્હાઓના કેસ જમીન સંપાદન વળતર કેસ, બેન્ક રીકવરી કેસ, પેન્શન કેસ, ગ્રાહક સેવા તકરારની બાબતો, વીજ કંપનીના કેસ વગેરે તમામ કેસો મુકવામાં આવનાર છે.
આ ઉપરાંત એવા કેસો કે જે હજુ સુધી અદાલતમાં આવેલ નથી તેવા પ્રિ-લીટીગેશન કેસો, જેમાં પબ્લીક યુટીલીટી સર્વિસીસ સાથે સંકળાયેલા કેસો વીજ તથા પાણીના બાકી લેણાનાં કેસો, ટ્રાફિક ચલણના કેસો, નેગોશીએબલ ઇન્સટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ના કેસો, બેંક રીકવરી કેસો, લેબર ડિસ્પ્યુટસના કેસો વગેરે કેસો માટે પ્રિ-લીટીગેશન અદાલતનું પણ આયોજન કરવામાં આવેલ છે. વધુમાં આ લોક અદાલત પૂર્વે લીટીગેશન તથા પ્રિ-લીટીગેશન કેસો માટે પ્રિ-કાઉન્સીલીંગ તથા પ્રિ-સિટિંગ યોજવામાં આવેલ છે.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્રારા જુદા-જુદા સ્ટેક હોલડરો જેવા કે, વકીલશ્રીઓ, સરકારી વકીલશ્રીઓ, પોલીસ અધિકારીશ્રીઓ, કલેકટર તથા રેવન્યુ ખાતાના અધિકારીશ્રીઓ, બેંક તથા ફાયનાન્સિયલ ઇન્સ્ટિટયુટના અધિકારીશ્રીઓ તથા સંસ્થાઓના હોદેદારો સાથે સદર લોક અદાલત તથા સ્પેશિયલ મેજીસ્ટ્રેયીલ સીટીંગના સંદર્ભમાં પિરિયોડિકલી મીટીંગો યોજી પરીણામલક્ષી આયોજન કરવામાં આવેલ છે.
દેવભૂમિ દ્રારકા જિલ્લામાં આવેલી જુદી-જુદી અદાલતો દ્રારા પેન્ડિંગ તથા પ્રિ -લીટીગેશન મળીને કુલ ૨૦૦૦થી વધુ કેસો ફાઇન્ડ આઉટ કરી મૂકવામાં આવેલ છે.
વધુમાં દેવભૂમિ દ્વારકામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના જુદા જુદા સ્થળો પર કેમેરા લગાવી ટ્રાફિકનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો ને ઈ - ચલણ ઇસ્યૂ કરવામાં આવેલ છે. હાલ સુધી આવા ઈ-ચલણ ન ભરેલ હોય તેવા કુલ ૧૪૫૬ વાહન ચાલકો વિરૃદ્ધ ઈ-ચલણની પ્રિ-લીટીગેશન નોટિસ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દેવભૂમિ દ્વારકા દ્વારા ઇસ્યૂ કરવામાં આવેલ છે. જેથી આવા વાહન ચાલકો જો કોર્ટ ની કાર્યવાહી થી બચવા માંગતા હોય તો તાત્કાલિક ખંભાળિયા ખાતે આવેલ" નેત્રમ"કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર/જિલ્લાની નજીક ની ટ્રાફિક શાખા અથવા તારીખ: ૦૯/૦૩/૨૦૨૪ ના રોજ આયોજિત રાષ્ટ્રીય લોક અદાલતના દિવસે રૂબરૂ ભરી શકાશે. જૂના ઈ-ચલણ ઓન લાઈન ભરવા માટે echallanpayment.gujarat.gov.in તથા વન નેશન વન નેશન અંતર્ગતના ચલણ ઓનલાઇન ભરવા માટે echallan.parivahan.gov.in પર ભરી શકાશે.
આપ પણ આપનો કેસ લોક અદાલતના માધ્યમ થકી ખૂબજ ઝડપથી પુરો કરાવવા માજ્ટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા અદાલત, ખંભાળીયાનો કે આપના વિસ્તારમાં આવેલ અદાલતનો સંપર્ક કરવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન (મુખ્ય જિલ્લા ન્યાયાધીશ) શ્રી એસ.વી.વ્યાસ સાહેબ દ્રારા અપીલ કરવામાં આવે છે.
વધુ માહિતી માટે જિલ્લા સ્તરે જિલ્લા કાનૂની સેવા સત્ત મંડળ, જિલ્લા ન્યાયાલય, દેવભૂમિ દ્રારકા-ખંભાળીયા ટેલીફોન નંબરઃ-૦ર૮૩૩-ર૩૩૭૭પ તથા તાલુકા સ્તરે તાલુકા કાનૂની સેવા સમિતિ, તાલુકા અદાલત, ખંભાળીયા, ભાણવડ, કલ્યાણપુર, દ્રારકા, ઓખા તથા ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના ટોલ ફ્રી નંબર-૧૮૦૦-ર૩૩-૭૯૬૬ અથવા ૧પ૧૦૦ ઉપર સંપર્ક કરી વધુ માહિતી મેળવવા અપીલ કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech