જિલ્લા પંચાયત પ્રમુખ રિધ્ધિબા જાડેજાના અધ્યક્ષસ્થાને બેઠક મળીઃ
ગત તા.૨૮ / ૦૨ / ૨૦૨૫ ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની સામન્ય સભા જિલ્લા પંચાયતના પ્રમુખ રિધ્ધિબા શક્તિસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને મળેલ હતી, આ મીટીંગમાં વર્ષ:૨૦૨૫-૨૬ નું કુલ બજેટ ૬૪૦ કરોડ ૧૫ લાખનું રજુ કરવામાં આવેલ હતું, તેમાં શિક્ષણ ક્ષેત્રે ૪૭ કરોડ ૮૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે.
આ બેઠકમાં સ્ટેમ્પ ડયુટીના કામો માટે ૧૦૧ કરોડ ૧૮ લાખની જોગવાઈ કરેલ છે, બાંધકામ બિલ્ડીંગ જાળવણી માટે ૯૨ કરોડ ૬૦ લાખ અનુસુચિત જાતિઓ ના વિસ્તારના વિકાસ માટે ૧૭ લાખની જોગવાઈ કરેલ છે તેજ રીતે સિંચાઈ, આરોગ્ય, ખેતીવાડી અને પશુપાલન ખાતાની તમામ યોજનાઓને પણ આ બજેટમાં ખાસ ફાળવણી કરવામાં આવેલ છે તેમજ ૧૫ માં નાણાપંચમાં કુલ વર્ષ:૨૦૨૫-૨૬ માં ૩ કરોડ ૪૭ લાખના કુલ ૫૧ કામો મંજુર કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત સિંચાઈ ખાતાના ૮ કામો માટે રૂા. ૭૧૮.૮૮૮ લાખના કામોને વહીવટી મંજુરી આપવામાં આવેલ છે, તે જ રીતે વર્ષ ૨૦૨૫-૨૬ ની સ્ટેમ્પ ડયુટીની ગ્રાન્ટમાંથી ૧ કરોડ અને ૧૮ લાખના કામો ને મજુરી આપવામાં આવેલ છે, તેમજ ગ્રામિણ રોજગાર બાહેંધરી લેબર બજેટ પણ ૨૪૦ ગ્રામ પંચાયતોને અંદાજીત ૨૯૯૩ કામો માટે કુલ ૧૭ કરોડ ૬૮ લાખનું બજેટ ફાળવવામાં આવેલ છે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ થાય અને શિક્ષણ ક્ષેત્રે સારું શિક્ષણ મળી રહે તેમજ શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે સુચારુ આયોજન કરેલ છે.
આરોગ્ય ક્ષેત્રે પણ છેવાડાના ગામ સુધી આરોગ્યની સેવાઓનો લાભ મળતો રહે તે માટે પી.એચ.સી, સી.એચ.સી અને પેટા આરોગ્ય કેન્દ્ર જરૂર પડે ત્યાં નવી એમ્બ્યુલન્સના કામો કરાવીને આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે બજેટમાં ખાસ ધ્યાન આપવામાં આવેલ છે, સમાજ કલ્યાણ મારફત અનુસુચિત જાતી અને અનુસુચિત જનજાતિના આર્થિક અને નબળા વર્ગના વિસ્તારોમાં સરકારી યોજનાઓનો સંપૂર્ણ લાભ મળી રહે તે માટે ખાસ આયોજન કરેલ છે, મહિલા અને બાળકોના ઉત્કર્ષ માટે સરકારમાંથી વધુમાં વધુ નાણાઓ મંજુર કરાવી તેનું ખાસ ફાળવણું કરવામાં આવેલ છે, બાંધકામ ક્ષેત્રે પણ ખાસ કરીને નોન-પ્લાન રસ્તાઓ મંજુર કરાવીને કરોડો રૂપિયાના કામો કરાવવા માટે આયોજન કરેલ છે, સિંચાઈ ક્ષેત્રે પણ નવા ચેકડેમ તેમજ તળાવો ઉંડા ઉતારવા માટે તેમજ તેની મરામત અને જાળવણીના કામોમાં પણ ખાસ આયોજન કરવામાં આવેલ છે.
હાલના ઈલેક્ટ્રોનિક યુગમાં જ્યાં-જ્યાં જરૂર પડે ત્યાં કોમ્પ્યુટર અને ઈન્ટરનેટ પણ સ્વ ખર્ચે વસાવીને કામગીરી થાય તેવું આગોતરું આયોજન કરવામાં આવેલ છે, જેથી પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણની કામગીરી થઇ શકે તે માટે ગ્રામ વિકાસ વિભાગની મહત્વની એવી ૧૫ માં નાણાપંચ યોજનાનો વધુમાં વધુ લાભ મળે તે માટેનું આયોજન પણ કરેલ છે.
આ બજેટમાં વર્ષ:૨૦૨૫-૨૬ ની અંદાજીત ઉઘડતી સિલક રૂા. ૨૪૨ કરોડ ૨૬ લાખ અને વર્ષ દરમિયાન મળનાર કુલ સંભવિત આવક ૩૯૭ કરોડ ૮૯ લાખ એમ કુલ મળીને રૂા. ૬૪૦ કરોડ ૧૫ લાખની સામે ૩૫૧ કરોડ ૧ લાખનો ખર્ચ અંદાજેલ છે, વર્ષના અંતે રૂા. ૨૮૯ કરોડ ૧૪ લાખનું પુરાંતવાળું બજેટ સભા સમક્ષ મુકવામાં આવેલ અને આ બજેટ સહીત તમામ ઠરાવો સર્વાનુમતે મંજુર કરી આજની સભામાં બજેટ મંજુર કરવામાં આવેલ છે, તે ઉપરાંત આજની સભામાં ગત સાધારણ સભાની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવેલ છે તેમજ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની મળેલ મીટીંગની કાર્યવાહી નોંધને પણ બહાલી આપવામાં આવેલ છે અને ચુકવવા મંજુર કરવામાં આવેલ છે.
પ્રમુખસ્થાનેથી કુલ ચાર મુદાઓ રજુ કરવામાં આવેલ હતા, જેમાં ગુજરાત પંચાયત પરિષદ ની સભ્ય રૂપિયા ૧૦ હજાર ફ્રી ભરવા અંગેના ઠરાવને પસાર કરવામાં આવ્યો હતો, સરકાર દ્વારા આગામી સમયમાં (વન નેશન વન ઈલેક્શન) સમગ્ર દેશમાં એક રાષ્ટ્ર એક ચુંટણી અંગેનો ઠરાવ પસાર થનાર છે જેને જીલ્લા પંચાયત દ્વારા સમર્થન આપવા અંગે ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો, ભાણવડ તાલુકાના ધારાનગર-માનપર ગામના રેવન્યુ વિસ્તાર અલગ કરવા બાબત, સ્ટેમ્પ ડયુટી ની વર્ષ:૨૦૨૩-૨૪ ની ગ્રાન્ટ વિકાસના કામોને પ્રાથમિક મંજુરી આપવા બાબતે થયેલ ઠરાવો મંજુર કરવામાં આવ્યા હતા. ઉક્ત મીટીંગ પ્રમુખના અધ્યક્ષ સ્થાને મળેલ હતી જેમાં સચિવ તરીકે એ.બી.પાંડોર અને બજેટ મીટીંગ નું સંકલન હિસાબી અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationRTE પ્રવેશમાં મોટો ફેરફાર: આવક મર્યાદા 6 લાખ કરવા સરકારની વિચારણા, વાલીઓને મળશે રાહત
March 12, 2025 07:17 PMજામનગરમાં શગુન ઈન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગના તાલીમાર્થીઓની શપથ વિધિ
March 12, 2025 07:08 PMધુળેટીના તહેવારને ઘ્યાનમાં લઇને ફુડ શાખાએ પતાસા અને ખજુરના નમૂના લીધા
March 12, 2025 07:02 PMજામનગર : માર્ચના અંત સુધીમાં લાખોટા તળાવને ભરી દેવાશે
March 12, 2025 06:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech