રાજકોટની ભોગોળે આવેલા ગામમાં મંદિરમાંથી ચાંદીના છત્તરની ચોરી કરનાર ભગીરથ સોસાયટીમાં રહેતા શખસને કુવાડવા રોડ પોલીસે ઝડપી લીધો હતો.તેની પુછતાછ કરતા તેણે ૨૦ મંદિરને નિશાન બનાવ્યા હોવાની કબુલાત આપી હતી.આરોપી લોનના હા ચૂકવવા અને મોજશોખ પુરા કરવા માટે ચોરી કરતો હતો.તે દિવસ દરમિયાન ૯ થી ૧૧ વચ્ચે મંદિરે દર્શન જઇ તક મળતા છત્તરની ચોરી કરી લેતો હતો.
કુવાડવા રોડ પોલીસની હદમાં બેડી ગામમાં બે મંદિર અને નવાગામમામં મંદિરોમાંથી ચોરી થયાની ફરિયાદ થયા બાદ પીઆઈ વી.આર. રાઠોડ અને પીએસઆઈ એમ.જે. વની રાહબરીમાં ટીમે તપાસ હાથ ધરી હતી.દરમિયાન એએસઆઇ મોહિતભાઇ કુંભારવાડીયા અને હેડ કોન્સ. અરવિંદભાઇ મકવાણા,કોન્સ. જયદીપભાઇ ધોળકીયાને મળેલી બાતમીના આધારે પોલીસે આ ચોરી પ્રકરણમાં મયુર શાંતિલાલ ગોંઢા (ઉ.વ.૩૩, રહે. ભગીરથ સોસાયટી–૪, સતં કબીર રોડ)ને ઝડપી લીધો હતો.
આરોપી વિરૃધ્ધ કુવાડવા રોડ પોલીસ મથકની હદમાં ૩ અને આજી ડેમ પોલીસ મથકની હદમાં ૧ મળી કુલ ૪ મંદિર ચોરીની ફરિયાદો નોંધાઈ હતી. આ સિવાય આરોપીએ ફરિયાદ ન નોંધાઈ હોય તેવા ૧૬થી વધુ મંદિરોમાં ચોરીની કબુલાત આપી હતી.
આરોપીએ અત્યાર સુધીમાં જે–જે મંદિરોમાં ચોરી કરી તેમાં બેડી ગામે બે મુખવાળા મેલડી માતાજીના મંદિર, બેડી ગામે જ મોમાઈ માતાજીના મઢ, નવાગામ–આણંદપર ગામે ખોડીયાર માતાજીના મંદિર અને ઢાંઢણી ગામે મોગલ માતાના મંદિરનો સમાવેશ થાય છે. આ ચારેય મંદિર ચોરી અંગે ફરિયાદો નોંધાઈ છે.
આ સિવાય આરોપીએ માર્કેટીંગ યાર્ડ ખાતે આવેલા ખાડાવાળા મેલડી માતાના મંદિર, ત્રંબા ગામે આવેલા મહાદેવ અને સતીમાના મંદિર, નવાગામના દિવેલીયાપરામાં આવેલ ખોડીયાર માતાના મંદિર, સરધાર ગામે મોમાઈ માતાના મંદિર, મીતાણા ગામે આવેલ મેલડી માતાના મંદિર, બેડી ગામે આવેલ મેલડી માતાના મંદિર, ગોંડલ રોડ પર ટોલનાકા પાસે આવેલ રવેચી માતા અને ગાત્રાળ માતાના મંદિર, હરિપર–પાળ ગામે આવેલા મંદિર, પારડી ગામે હનુમાન, શનિ મહારાજ અને મેલડી માતાના મંદિર, પાળ ગામે આવેલ મંદિર, આજી ડેમના કાંઠે આવેલ મોગલ માતાના મંદિર, બેડી ગામે મઢ અને સડક પીપળીયા ગામે આવેલ સુરાપુરાના મંદિરમાંથી નાના–મોટા ચાંદીના છતરની ચોરી કબુલી છે.આરોપી પાસેથી પોલીસે ..૪૩૮૮૦નો મુદ્દામાલ કબજે કર્યેા છે.
પોલીસે જણાવ્યું હતું કે, આરોપીએ સગાઓના લ પ્રસંગમાં વ્યવહાર કરવા માટે લોન લીધી હતી. જેના હા ભરવાના હોય પણ તેની પાસે હાલ કોઇ કામધંધો ન તેના માટે તથા મોજશોખ પુરા કરવા માટે ગત ફેબ્રુઆરી માસથી મંદિરમાં ચોરીઓ શ કરી હતી.આરોપીની ચોરી કરવાની ખાસ મોડસ ઓપરેન્ડી હતી તે દિવસ દરમિયાન ૯ થી ૧૧ વચ્ચે મંદિરે દર્શન જઇ તક મળતા છત્તરની ચોરી કરી લેતો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech