લોકોને મારવા દો: કોરોના દરમિયાન સુનકના શબ્દોએ તેમને ભીંસમાં મુક્યા

  • November 21, 2023 12:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના રોગચાળા કટોકટીને બ્રિટને કેવી રીતે સંભાળી તે અંગેની તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે બીજું રાષ્ટ્રીય લોકડાઉન લાદવાને બદલે તત્કાલીન નાણામંત્રી ઋષિ સુનકે લોકોને મારવા દો એવું કહ્યું હોવાનું કહેવાય છે.
પેટ્રિક વેલેન્સ, જેઓ કોવિડ દરમિયાન સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર હતા, તેમણે 25 ઑક્ટોબર, 2020 ના રોજ તેમની ડાયરીમાં તત્કાલિન વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને સુનક, જે નાણા પ્રધાન હતા, સાથેની બેઠક વિશે નોંધ કરી હતી. ડાયરી એન્ટ્રીમાં નોંધવામાં આવ્યું છે વેલેન્સે તેમની ડાયરીમાં કમિંગ્સને ટાંકીને કહ્યું: ઋષિ વિચારે છે કે લોકોને મરવા દો અને તે ઠીક છે. સુનકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વડા પ્રધાન દરેકને ટુકડે-ટુકડે જવાબ આપવાને બદલે પૂછપરછ માટે પુરાવા આપશે ત્યારે તેમની સ્થિતિ નક્કી કરશે. તપાસ કોરોનાવાયરસ રોગચાળા પ્રત્યે સરકારના પ્રતિભાવની તપાસ કરી રહી છે જેણે લોકડાઉન લાદયું અને બ્રિટનમાં 220,000 થી વધુ લોકો માયર્િ ગયા. વરિષ્ઠ સરકારી અધિકારીઓએ વારંવાર હતું છે કે સરકાર રોગચાળા માટે તૈયાર નહોતી. સુનક માટે ખતરો એ છે કે જોહ્ન્સનના અસ્તવ્યસ્ત નેતૃત્વ પછી યોગ્ય નેતૃત્વ આપવામાં પોતે સફળ થયા છે એવું સાબિત કરવાના તેમના પ્રયાસો પર આ તપાસથી અસર પડશે. અગાઉના પુરાવા દશર્વિે છે કે 2020 ના ઉનાળામાં તેમની ઈટ આઉટ ટુ હેલ્પ આઉટ નીતિ પર એક સરકારી વૈજ્ઞાનિક સલાહકાર દ્વારા તેમને ડો. ડેથ તરીકે ઓળખવામાં આવ્યા હતા, જે પબ અને રેસ્ટોરાંમાં ભોજનને સબસિડી આપતી હતી પરંતુ વાયરસ ફેલાવવા બદલ આરોગ્ય નિષ્ણાતો દ્વારા તેની ટીકા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application