ગુજરાતમાં નકલી પોલીસ અધિકારી, જજ, કોર્ટ સહિત નકલીની ભરમાર વચ્ચે વધુ એક નકલી અધિકારી ઝડપાયો છે. જેમાં વાંકાનેરની કિડઝલેન્ડ તથા યોતિ વિધાલયના સંચાલક મેહુલ શાહએ પોતે અમદાવાદની અસારવાની સ્કૂલના ટ્રસ્ટી હોવાનું અને મહેસૂલ વિભાગમાં પ્રમોશન થયું હોવાનું કહીને ભાડે ગાડી લઈ છેતરપિંડી આચરતો હતો. જોકે, ભાંડો ફટતા સરકારી અધિકારી હોવાનો રોફ જમાવીને ફરી રહેલા મેહત્પલ શાહની પોલીસે ધરપકડ કરી છે.
બાબતે મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના પાલડીના ફતેપુરામાં રહેતા પ્રતિક શાહ ગાડી ભાડે આપવાનું કામ કરે છે. તેમની પાસેથી આરોપી મેહત્પલે સરકારી વિભાગમાં ઉચી પોસ્ટ પર અધિકારી હોવાનું કહીને ડ્રાઇવર સાથે ગાડી માંગી હતી. પ્રતિકે આરોપી મેહત્પલ શાહને ગાડી ભાડે આપી હતી. બાદમાં કાર પર સાયરન, સફેદ પડદા અને ભારત સરકારનું સ્ટીકર લગાવવાનું કહેતા પ્રતિકે મેહુલ શાહ પાસે તે માટેનો પરમિશન લેટર માગ્યો હતો. આરોપી મેહત્પલે ગૃહ મંત્રાલય, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ, સચિવ ગૃહ મંત્રાલય, ગાંધીનગરનો લેટર આપીને સાયરન અને સરકારનું સ્ટીકર લગાવડાવ્યું હતું.
જે બાદ આરોપી મેહત્પલ શાહે મહેસૂલ વિભાગમાં પ્રમોશન થયાનું કહીને બીજી ગાડી માંગી હતી. ત્યારે પ્રતિકે સરકારનો વર્ક ઓર્ડરનો લેટર માંગતા આરોપીએ ખોટો લેટર પણ આપ્યો હતો. બાદમાં ગાડી પર બોર્ડ ચેરમેન અને ભારત સરકાર લખાવીને ૯૦ હજાર ભાડું ન આપીને ઠગાઇ આચરી હતી. આ મામલે ક્રાઇમ બ્રાંચને જાણ થતાં વાંકાનેર ખાતે રહી કિડઝલેન્ડ તથા યોતિ વિધાલયનું સંચાલન કરતા આરોપી મેહત્પલ પી. શાહ સામે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે પોલીસ ઇન્સપેકટર જે. કે. મકવાણાએ જણાવ્યું કે, મેહત્પલ શાહે આઈએએસ તરીકે રોફ જમાવવા માટે તે પોતાની ઓળખ ગૃહ વિભાગના ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવેલોપમેન્ટના ચેરમેન તરીકે ઓળખ આપીને લોકો પાસેથી અલગ અલગ લાલચ આપીને નાણાં ઉઘરાવતો હતો. તેણે વર્ષ ૨૦૧૮થી વાંકાનેરમાં જ આઇએએસના બનાવટી લેટર બનાવ્યાનો ખુલાસો થયો છે. આ કેસમાં હજુ અનેક ભોગ બનનાર સામે આવી શકે તેવી પુરેપુરી શકયતા છે.
અન્ય લોકો પણ કરી શકે છે ફરિયાદ
પોલીસે મેહત્પલ શાહની ધરપકડ કરી આવી અન્ય કેટલી અને કયાં કયાં ઠગાઈ કરી છે તે અંગે પૂછપરછ શ કરી છે. શકય છે કે મેહત્પલ શાહનો ભાંડો ફટી જતા ભોગ બનેલા અન્ય લોકો પણ મેહત્પલ શાહ સામે ફરિયાદ નોંધાવા આવી શકે છે.
નોકરીની લાલચ આપી કરી ઠગાઈ..!
આ બનાવમાં ઝડપાયેર આરોપી મેહુંલ શાહે ફકત કાર ભાડે આપનારને જ નહીં અન્ય લોકોને પણ છેતર્યા હોવાની માહિતી મળી છે. મેહુંલ શાહે એક વ્યકિતને તેના પુત્રને અસારવાની સ્કૂલમાં કલાર્ક તરીકે લગાવવાની લાલચ આપીને ત્રણ લાખ રૂપિયા પડાવ્યા હતા. આરોપીએ જિલ્લ ા શિક્ષણાધિકારીનો લેટર પણ આપ્યો હતો. આ અંગે ખરાઇ કરતા તે ખોટો હોવાનો ખુલાસો થયો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech