ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વેળાવદર ભાલ વિસ્તારમાંથી દેશી બનાવટની જામગરી બંદુક સાથે એક શખ્સને ઝડપી લીધો. ભાવનગર અમદાવાદ હાઇવે પર ગોકુલપરા ગામની સિમમાં બાવળની કાંટમાંથી દેશી બંદૂક કિ.રૂ.૨,૦૦૦ નાં મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી વેળાવદર ભાલ પોલીસ હવાલે કરાયો હતો.
આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ અનિરૂધ્ધસિંહ ગોહિલને દેશી હાથ બનાવટની બંદુક અંગે બાતમી મળી હતી. જે બાતમીના આધારે ભાવનગર-અમદાવાદ હાઈવે, ગોકુલપરા ગામની સીમમાં બાવળની કાંટમાંથી બદરુ અલારખભાઈ ડફેર (ઉ.વ.૬૦ ધંધો.મજુરી રહે.ગુંજાર, તા.ધંધુકા જી.અમદાવાદ)ને જામગરી બંદુક દેશી બનાવટની લોખંડના ધાતુના સીંગલ બેરલની સાડા ચાર ફુટ લંબાઇની બંદુક કિ.રૂ.૨,૦૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવ્યો હતો. તેની પાસે લાયસન્સ કે કોઇ સક્ષમ અધિકારીનો પરવાનો નહિ હોવાથી દેશી હાથ બનાવટની બંદુક તપાસ અર્થે કબ્જે કરી તેના વિરૂધ્ધ વેળાવદર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટની કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે શખ્સની પુછપરછ કરતા પોતાના જણાવેલ કે, પોતાના જમાઈ મહેમુદભાઈ શેરૂભાઈ છેર (રહે.ગુજાર તા.ધંધુકા) તથા તેના ભાઈના જમાઈ સાંચાભાઈ વિરાભાઈ નથવાણી (રહે.ગુંજાર,તા.ધંધુકા), તેના માસીનો દિકરો શરીફભાઈ જગુભાઈ લાડકએ ત્રણેયે મળી પ્લસર મોટર સાયકલ લઈ બાવળીયારી તથા ગાંગાવાડા સીમ વિસ્તારમાં બંદુક લઈ જનાવરના શિકાર કરવા નિકળેલ હતા. તે દરમ્યાન ફોરેસ્ટના માણસો જોઈ જતા આ ત્રણેય જણા બંદુક અને પ્લસર મોટર સાયકલ સ્થળ ઉપર મુકીને નાશી ગયા હત્તમ. જે હકીકત અંગે ખરાઈ કરતા ભાવનાગર, કાળીયાર રાષ્ટ્રીય ઉધાન ખાતે ફોરેસ્ટ ઓફીસર દ્રારા ગઈ તા.૧૦/૦૧/૨૦૨૪ના રોજ મહેમુદભાઈ શેરૂભાઈ છેર (રહે.ગુજાર તા.ધંધુકા), સાંચાભાઈ વિરાભાઈ નથવાણી (રહે.ગુજાર તા.ધંધુકા) અને શરીફભાઈ જગુભાઈ લાડક (રહે.ગુજાર તા.ધંધુકા) શખ્સો વિરુધ્ધ દાખલ હતો. જે અનડીટેકટ ગુનો પણ ડીટેકટ થયેલ છે. જોકે નાસી છૂટેલા ત્રણેય શખ્સોને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કરી ઝડપાયેલા શખ્સ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅચાનક કેમ વધી ગરમી? ઠંડીની મૌસમમાં લોકો પાડી રહ્યા છે પરસેવો...જાણો કારણ
January 22, 2025 10:58 PMગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech