સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી સહિત રાજયની ૧૧ યુનિવર્સીટીઓમાં ચાલુ શૈક્ષણિક સત્રથી ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ (જીકેસ) પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરાવીને જે તે યુનિવર્સિટી કોલેજોમાં પ્રવેશ આપવાનો નિર્ણય કરાયા બાદ તે સંપૂર્ણપણે નિષ્ફળ નિવડયો છે. રાયની ૧૧ યુનિવર્સિટીઓની અંડર ગ્જરેયુએટની લાખો બેઠક સામે અત્યાર સુધીમાં માત્ર ૪૦ ટકા જેટલું રજીસ્ટ્રેશન થયું છે અને પ્રવેશની પ્રક્રિયા તો નહીવત થઈ છે. આગામી તારીખ ૧૪ જૂનથી કોલેજોમાં નવું શૈક્ષણિક સત્ર શં થઈ રહ્યું છે પરંતુ મોટાભાગની કોલેજોમાં નવા વિધાર્થીઓના પ્રવેશના મામલે ખાલીખમ જેવી પરિસ્થિતિ પ્રવર્તિ રહી છે. આ કારણે હવે જુલાઈમાં પણ નવું શૈક્ષણિક સત્ર શ થશે કે કેમ? તેવા પ્રશ્નો પુછાય રહ્યા છે.
નવા શૈક્ષણિક સત્રમાં વિધાર્થીઓનું એનરોલમેન્ટ યુનિવર્સિટી દ્રારા ૩૧ ઓગસ્ટ સુધી કરવામાં આવતું હોય છે. પરંતુ આ વખતે ૩૧ ઓકટોબર સુધી આ પ્રક્રિયા ચાલુ રહેતો નવાઈ નહીં.ગામડાની કોલેજોના પ્રિન્સિપાલોનો આ સંદર્ભે સંપર્ક સાધતા તેમણે એવી વ્યથા વ્યકત કરી હતી કે અમને અત્યાર સુધી પોર્ટલ પર એક પણ રજીસ્ટ્રેશન મળ્યું નથી. કારણ કે અહીં ઇન્ટરનેટ કનેકિટવિટીના મોટા ધાધીયા છે. ૩૦– ૪૦ વર્ષ જુની કોલેજ હોવા છતાં હજુ સુધી કોઈ વિધાર્થીએ અહીં પ્રવેશ લીધો નથી.
પોર્ટલ દ્રારા રજીસ્ટ્રેશન અને એડમિશનની વ્યવસ્થા હોવાના કારણે માર્ગદર્શન આપવા માટે હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ મોટા ભાગના વિધાર્થીઓ અને વાલીઓને તેની ખબર નથી અને ખબર છે તે લોકો આવા હેલ્પ સેન્ટરનો સંપર્ક પણ સાધતા નથી.
વિધાર્થીઓ અને વાલીઓ જણાવે છે કે અમે યારે એસીબીસી અને ઓબીસીના પ્રમાણપત્રો ઓનલાઇન અપલોડ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ ત્યારે ફાઈલની સાઈઝ વધી જતી હોવાના કારણે તે અપલોડ કરવામાં ભારે મુશ્કેલી પડે છે. મામલતદાર કચેરીએ ધકકા ખાધા પછી માંડમાંડ સર્ટિફિકેટ મળે છે અને ત્યાં પોર્ટલ બધં થઈ જાય છે.
ખાનગી યુનિવર્સિટીઓમાં બીકોમ બીબીએ કરતા વિધાર્થીઓને પોર્ટલનો સંપર્ક કરવાની કોઈ આવશ્યકતા ન હોવાથી આવી યુનિવર્સિટીઓમાં વિધાર્થીઓ પ્રવેશ મેળવી રહ્યા છે. સૌરાષ્ટ્ર્ર વિસ્તારમાં રાજકોટ ખાતે આર. કે. યુનિવર્સિટી, આત્મીય યુનિવર્સિટી, મારવાડી યુનિવર્સિટી અને દર્શન યુનિવર્સિટી છે. યારે જૂનાગઢમાં નોબલ યુનિવર્સિટીને સરકારે ખાનગી યુનિવર્સિટી તરીકે મંજૂરી આપી છે. આવી જ રીતે સંખ્યાબધં સેલ્ફ ફાઇનાન્સ કોલેજો વિધાર્થીઓને પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવાના નામે પોતાની કોલેજમાં પ્રવેશ આપી રહ્યા છે.
શિક્ષણ જગતના જુના અને અનુભવી લોકો જણાવી રહ્યા છે કે પોર્ટલના આ ડખાના કારણે ખાનગી યુનિવર્સિટીઓને બખા થઈ રહ્યા છે અને યારે પરિસ્થિતિ કંટ્રોલ બહાર જશે ત્યારે અન્ય ફેકલ્ટીઓ અને અભ્યાસક્રમોમાં કેન્દ્રીય પ્રવેશ પદ્ધતિથી શઆતમાં પ્રવેશ આપીને ખાનગી યુનિવર્સિટી અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને જે રીતે ખટાવવામાં આવે છે અને છેલ્લે દરેક કોલેજ પોતાની રીતે એડમિશન આપી શકશે તેવા પરિપત્રો કરવામાં આવે છે આવું જ કંઈક આ કિસ્સામાં થશે તેવી આશકા છે
કન્યા કેળવણી માટેની સંસ્થાઓ મુશ્કેલીમાં
'બેટી બચાવ બેટી પઢાવ' ની વાતો તો આજકાલથી થાય છે. પરંતુ સૌરાષ્ટ્ર્રમાં અનેક કોલેજો એવી છે કે જે કન્યા કેળવણીના મામલે જાણીતી છે. જામકંડોરણા, ખામટા, જુનાગઢ, જામનગર, ધ્રોલ જેવી સંસ્થાઓમાં હોસ્ટેલમાં રહેવાની મફત અથવા તો રાહત ભાવે સુવિધાઓ પણ છે. પોર્ટલની વાત દાતાઓને અને વિધાર્થીનીઓના વાલીઓને ગળે ઉતરતી નથી.
નવી કોલેજોને મુંઝવણ
સૌથી વધુ મુંઝવણ નવી કોલેજોને છે. સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી વિસ્તારમાં નવી કોલેજ અને નવા અભ્યાસક્રમ શ કરવા આવી સંસ્થાઓએ લાંબા સમયથી યુનિવર્સિટીમાં અરજી કરી છે પરંતુ હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. કોલેજ મેનેજમેન્ટ એડમિશનના મામલે ભારે મુંઝવણ અનુભવે છે. એકેડેમી કાઉન્સિલની મંજૂરીની અપેક્ષાએ કુલપતિ આગામી તારીખ ૧૨ ના રોજ મળનારી બોર્ડ ઓફ મેનેજમેન્ટની મીટીંગમાં નિર્ણય લે તેવી અપેક્ષા કોલેજના આવા સંચાલકો રાખે છે.
ગલ્ર્સ કોલેજમાં બોયસના રજિસ્ટ્રેશન
યુનિવર્સિટીના એક અધિકારીએ પોતાનું નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે અનેક ગલ્ર્સ હોસ્ટેલમાં બોયસ દ્રારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં મને કયારે એડમિશન મળશે? મારે ફી ભરવા કયારે આવવાનું છે? તેવા સવાલો પણ પૂછવામાં આવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણુજા નજીક પગપાળા જઈ રહેલા દસ વર્ષના બાળકને કારચાલકે કચડી નાખતાં કરુણ મૃત્યુ
December 23, 2024 10:44 AMગુજરાત સહિત દેશના મોટાભાગના રાજયોમાં માવઠાની આગાહી
December 23, 2024 10:44 AMજૂનાગઢમાં મંદિરોનો વિવાદ અધિકારીઓના કારણે થયો હોવાની ધારાસભ્યની ખુલ્લી ટકોર
December 23, 2024 10:41 AMરાજકોટનાં ખોરાણામાં બોગસ ડોક્ટર હિરેન ને પકડવામાં પોલીસની હેટ્રિક
December 23, 2024 10:40 AMકિસાન દિવસ ભારતના અનાજના શૂરવીરોનો દિવસ
December 23, 2024 10:38 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech