પોરબંદરમાં પડેલા ભારે વરસાદથી વેપારીઓને થયુ ભારે નુકશાન

  • September 06, 2024 02:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં પડેલા ભારે વરસાદને કારણે વેપારીઓને પણ ખુબ મોટુ નુકશાન થયુ છે અને નવા કુંભારવાડાની દુકાનો, માર્કેટીંગ યાર્ડના ગોડાઉન, ઉદ્યોગનગરમાં આવેલા ગોડાઉનમાં ખોળ, કપાસીયા, ભુંસા સહિત અનાજ કરિયાણુ પલળી ગયુ છે તેથી વ્યાપાર ઉદ્યોગ જગત દ્વારા ધારાસભ્ય સહિત વીમા કંપનીઓને  આવેદન પાઠવાયુ છે.
વ્યાપાર ઉદ્યોગજગતના અગ્રણી અને ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ નલીનભાઇ કાનાણી તથા કેતનભાઇ ભરાણીયા વગેરેએ ધારાસભ્ય સહિત જુદી જુદી વીમા કંપનીઓેને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યુ છે કે અમો વ્યાપાર ઉદ્યોગજગતના  પ્રતિનિધિ છીએ અને અમારા ગૃપમાં અનેક અલગ-અલગ પ્રકારનો વેપાર-ધંધો કરતા વેપારીઓ સંકળાયેલા છે.
અમારી સંસ્થાને મળતી મૌખિક અને લેખિત ફરીયાદો અનુસાર ગત માસમાં અને તાજેતરમાં પોરબંદર વિસ્તારમાં થયેલ અતિભારે વરસાદના કારણે પોરબંદરના વેપારી વિસ્તાર સુતારવાડાની અનેક દુકાનો, નવા કુંભારવાડાના નીચાણવાળા વિસ્તારની દુકાનો તેમજ માર્કેટીંગ યાર્ડની દુકાનો  અને ગોડાઉનો તેમજ પોરબંદર જી.આઇ.ડી.સી.માં ઉદ્યોગ સંચાલકો તથા કોમોડીટી દાણા તથા કપાસીયા-ભુસાના વેપારીઓના ગોડાઉનમાં વેપારીઓનો અનાજ કરીયાણા સહિતનો માલસ્ટોક હતો તે પલળી જવા પામેલ છે, નુકશાન પામેલ છે અને તેના કારણે વેપારીઓને પારાવાર નુકશાન થયેલ છે.
આ નુકશાન પામેલ છે તે વેપારીઓએ પોતાના માલસામાનના જોખમ સામે અલગ-અલગ વીમા કંપનીઓ પાસેથી સ્ટોકનો વીમો લીધેલ હોય છે, કુદરતી વરસાદના કારણે વળતર માટે માંગણી કરેલ છે, કલેઇમ કરેલ છે પરંતુ એકપણ વેપારીને સંતોષજનક જવાબ  મળતો નથી. વેપારીઓ દ્વારા કરવામાં આવેલ કલેઇમમાં મોડુ થતુ હોય તે માટે સરકાર દ્વારા ભારપૂર્વક નિર્ધારિત સમય મર્યાદામાં કાર્યવાહી પૂર્ણ કરવામાં આવે તો વેપારીઓ અને વહેલી તકે નુકશાનીનું વળતર મળી જાય અને રોલીંગ અટકેલ છે તે પુન: શ‚ કરી શકાય.
તો આ તમામ વેપારીઓના હિતમાં પોરબંદરના તમામ વેપારીઓ વતી પોરબંદરની વીમા કંપનીઓને આ બાબતે સુચના સહ ભલામણપત્ર મોકલી આપી અમોને વેપારીઓના ન્યાયીક પ્રશ્ર્નોનું સત્વરે નિરાકરણ કરાવી આપવા ઘટીત કાર્યવાહી કરવા અપીલ છે.
વ્યાપાર ઉદ્યોગ જગત દ્વારા પોરબંદરના ધારાસભ્ય ઉપરાંત જુદી જુદી વીમા કંપનીઓ જેવી કે ઓરીએન્ટલ ઇન્સયોરન્સ કાુું, ન્યુ ઇન્ડિયા ઇન્સોરન્સ કાું, યુનાઇટેડ ઇન્ડીયા ઇન્સ્યોરન્સ કાું., નેશનલ ઇન્સ્યોરન્સ કાું., એચ.ડી.એફ.સી. અરગો ઇન્સ્યોરન્સ કાું, આઇ.સી.આઇ.સી.આઇ. લોમ્બાર્ડ ઇન્સ્યોરન્સ કાું.વગેરેને લેખિતમાં જાણ કરી છે તથા વહેલીતકે આ મુદ્ે યોગ્ય કાર્યવાહી કરવા વેપારીઓએ અપેક્ષા રાખી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application