અવરજવર માટે 10-15 કિલોમીટરનો લાંબો ફેરો કરવો પડે છે: કામચલાઉ ડાયવર્ઝન બનાવી આપવા તંત્રને રોષભેર રજૂઆત
ખંભાળિયાના પાદરમાં પોરબંદર માર્ગ પર આવેલો રજવાડાના સમયનો કેનેડી બ્રિજ (ખામનાથ પુલ) છેલ્લા જર્જરિત બની ગયો હોવાના કારણે છેલ્લા ઘણા સમયથી વાહન ચાલકો- રાહદારીઓ માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. આ પુલ બંધ કરાતા અને વૈકલ્પિક રસ્તો ન હોવાથી મોટી સંખ્યામાં વાહન ચાલકો તેમજ આ વિસ્તારના રહીશોને વ્યાપક હાલાકી થતી હોવા અંગે તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
ખંભાળિયામાં ખામનાથ મંદિર પાસે આવેલો અને આશરે 120 વર્ષ જૂનો કેનેડી બ્રિજ (ખામનાથ પુલ) ખૂબ જ જર્જરિત બની ગયો હોવાથી તંત્ર દ્વારા આ પુલને જોખમી ગણાવી અને અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. આશરે છ એક માસ કરતા વધુ સમયથી આ પુલ લોકો માટે બંધ કરાવી દઈ, આ વિસ્તારમાં અવાર-જવર માટે વૈકલ્પિક રસ્તો જાહેર કરવામાં આવ્યો છે.
આ વિસ્તારમાં આવવા તથા જવા માટે કણજાર ચોકડી પાસેથી ભાણવડ પાટિયા થઈને રામનાથ મંદિર પાસેથી અવાર-જવર કરવી પડે છે. આ ફેરો વાહન ચાલકોને 10 થી 15 કિલોમીટરનો થઈ જતો હોવાથી લોકોને વ્યાપક મુશ્કેલી વેઠવી પડે છે. આટલું જ નહીં, અહીં રહેતા લોકોને પોતાના સંતાનોને સ્કૂલે તેમજ ટ્યુશને તેડવા- મુકવા જવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. મહદંશે બાળકોને તેના માતાઓ જ તેડવા-મુકવા જતા હોય, નાના વાહનોમાં અકસ્માતનો પણ ભય સતાવે છે. આ વચ્ચે મહત્વની બાબત તો એ છે કે ખામનાથ બ્રિજ વિસ્તારમાં આવેલા દુકાનદારોના ધંધા ભાંગી ગયા હોય, તેઓને પણ વ્યાપક નુકસાનીનો સામનો કરવો પડે છે.
આ વિસ્તારમાં અવાર-જવર માટે રેલવે ફાટક તેમજ મોટા વાહનોની અવરજવર હોય, વિકટ પરિસ્થિતિમાં લોકોને રાહત થાય તે માટે કેનેડી બ્રિજ પાસે સિમેન્ટ કોંક્રેટનું કામ ચલાઉ ડાયવર્ઝન બનાવી આપવામાં આવે તે માટે આ વિસ્તારના રહીશો, દુકાનદારો દ્વારા સંયુક્ત સહીઓ સાથે જિલ્લા કલેકટરને લેખિત આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. આ મહત્વના પ્રશ્નનું તાકીદે નિરાકરણ લાવવા તંત્રને રજૂઆત કરાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર નજીક જીરાના કારખાનામાં મશીનની ટાંકી પરથી પડી જતા યુવાનનું મોત
May 09, 2025 12:49 PMજામજોધપુરમાં બિમારીથી કંટાળી વેપારી યુવાને જીવાદોરી ટુંકાવી
May 09, 2025 12:46 PMજામનગર એસપીની અઘ્યક્ષતામાં ૫૩ લાખ ડ્રગ્સ મુદામાલનો નાશ
May 09, 2025 12:40 PMસાંબા સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 12 આતંકવાદીને BSFએ ઠાર માર્યા
May 09, 2025 12:39 PMધોરણ 10 માં હળવદ મંગલમ વિદ્યાલય નો ડંકો વાગ્યો..
May 09, 2025 12:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech