સત્યનારાયણ મંદિર પાસે અકસ્માતનો ભય હોવાથી સ્પીડ બ્રેકર બનાવવા જીરુરી

  • December 04, 2024 02:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરના સત્યનારાયણ મંદિર પાસે ચાર રસ્તે વાહનોની સતત અવરજવર રહે છે અને અહીંયા ભાવેશ્ર્વર મહાદેવ મંદિર અને સત્યનારાયણ મહાદેવ મંદિર એમ બબ્બે મંદિરો આવેલા હોવાથી વિશાળ સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે.ખાસ કરીને વૃદ્ધો જ્યારે દર્શન માટે આવે છે ત્યારે કમલાબાગ અને ખીજડી પ્લોટ તરફથી વાહનોની સતત અવરજવર રહેતી હોય છે માટે રોડ ક્રોસ કરતી વખતે અનેક વખત નાના-મોટા અકસ્માત સર્જાઇ ચૂક્યા છે. તેથી પોરબંદર નગરપાલિકાના તંત્રએ આ ચાર રસ્તા પર સત્યનારાયણ મંદિર તરફથી આવતા રસ્તે અને દેવદર્શન તરફથી આવતા રસ્તે સ્પીડ બ્રેકર બનાવી આપવા જોઈએ જેથી સંભવિત અકસ્માતોને અટકાવી શકાય તે જ‚રી બન્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application