પાક. નાદારીના દ્રારે, એરલાઈન્સ પાસે પાર્ટસ ખરીદવાના ય પૈસા નથી

  • August 23, 2023 02:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ઔર કથળી છે, રાજકીય કટોકટીને સાથે એરલાઇન્સ નાણાકીય સંકટ ભોગવી રહ્યું છે. તંગીના કારણે ગયા વર્ષથી પાટર્સ ખરીદવાની સ્થિતિમાં નથી. જેના કારણે ધીરે ધીરે આ વિમાનો ઓપરેશનથી દૂર કરી દેવાયા છે.

સ્પેરપાટર્સ બદલવા માટે નાણાંની અછતને કારણે પાકિસ્તાનની રોકડની તંગીવાળી સરકારી એરલાઇન્સે ત્રણ બોઈંગ ૭૭૭ સહિત તેના ૧૧ વિમાનોને ગ્રાઉન્ડ કરી દીધા છે. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સના એક અધિકારીએ જણાવ્યું કે ટોચના મેનેજમેન્ટે છેલ્લા ત્રણ વર્ષમાં ૧૧ એરક્રાટને ગ્રાઉન્ડ કર્યા છે. તેમણે કહ્યું કે એરલાઈનમાં નાણાકીય કટોકટી છે અને ડોલર અને પેટ્રોલિયમ ઉત્પાદનોની વધતી કિંમતને કારણે કોઈ મદદ મળી શકી નથી.

આ અધિકારીએ પોતાનું નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે આંતરરાષ્ટ્ર્રીય અને સ્થાનિક ટ પર પીઆઈએ દ્રારા સંચાલિત ૩૧માંથી ૧૧ વિમાન કરાચી અને ઈસ્લામાબાદ એરપોર્ટ પર ગ્રાઉન્ડ થઈ ગયા છે. ડોમેસ્ટિક લાઈટને અસર થઈ છે. તેમણે કહ્યું કે નાણાકીય કટોકટીને કારણે એરલાઇન્સ ગયા વર્ષથી સ્પેરપાર્ટસ ખરીદવાની સ્થિતિમાં નથી, જેના કારણે આ એરક્રાટને ધીમે–ધીમે ઓપરેશનમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. શેહબાઝ શરીફની આગેવાની હેઠળની અગાઉની સરકારે પીઆઈએમાં નવા એમડીની નિમણૂક કરી હતી અને સરકારી માલિકીની એરલાઇનનું ખાનગીકરણ કરવાની તેની યોજના રજૂ કરી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે એરલાઇન હાલમાં ઉપલબ્ધ ૨૦ એરક્રાટ સાથે તેની કામગીરી ચાલુ રાખી રહી છે પરંતુ તેના લાઇટ શેડૂલને અસર થઈ છે, જેમાં ખાસ કરીને ડોમેસ્ટિક લાઈટ પર વધારે અસર જોવા મળી છે

પાક. એરલાઈન પર ૭૪૨ અબજ રૂપિયાનું દેવું!

મીડિયા રિપોટર્સમાંથી પ્રા માહિતી અનુસાર, આ પહેલીવાર નથી યારે પાકિસ્તાનમાંથી આવા સમાચાર સામે આવી રહ્યા છે. મે મહિનામાં પણ પીઆઈએના સીઈઓ આમિર હયાતે કહ્યું હતું કે આ વર્ષે એરલાઈન્સને ૧૧૨ અબજનું નુકસાન થશે. તેમણે કહ્યું કે હાલમાં પીઆઈએ ૭૪૨ અબજ પિયાનું દેવું છે


પૈસા નથી પણ બ્રિકસમાં એન્ટ્રી માટે બેતાબ છે પાકિસ્તાન
પાકિસ્તાને વિવિધ મંચો પરથી ઘણી વખત બ્રિકસમાં સામેલ થવાની ઈચ્છા વ્યકત કરી છે. જો કે તેણે સત્તાવાર બ્રિકસ માં સામેલ થવા માટે હજુ સુધી અરજી કરી નથી, પરંતુ પાકિસ્તાનનો ખાસ મિત્ર ચીન બ્રિકસ નો મહત્વપૂર્ણ ભાગ છે. એટલા માટે માનવામાં આવે છે કે ચીન પાકિસ્તાનને બ્રિકસ માં સામેલ કરવાનો પ્રયાસ કરી શકે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application