દુબઈનું પહેલું હિન્દુ મંદિર ફેલાયેલું છે 27 એકરમાં, કારીગરીમાં દેખાઈ છે રામાયણ, મહાભારત અને હિંદુ ગ્રંથોની ઝલક

  • November 07, 2023 12:29 AM 

અબુ ધાબીમાં બની રહેલા પ્રથમ વિશાળ હિન્દુ મંદિરના ઉદ્ઘાટનને હવે માત્ર 100 દિવસ બાકી છે. તાજેતરમાં, મંદિરનું નિર્માણ કરનારી સંસ્થા BAPS સ્વામિનારાયણ સંસ્થાના વૈશ્વિક કન્વીનર સદગુરુ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ મંદિરના શિખર પર પુષ્પવર્ષા કરવાની વિધિ કરી હતી. તેની ઘણી તસવીરો પણ સામે આવી છે જે ખૂબ જ આકર્ષક છે.


દુબઈમાં રહેતા ભારતીય શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર છે. અબુ ધાબીમાં બની રહેલા પ્રથમ વિશાળ હિન્દુ મંદિરના ઉદ્ઘાટનને હવે માત્ર 100 દિવસ બાકી છે.




UAE ની રાજધાનીમાં બનાવવામાં આવી રહેલા પ્રતિષ્ઠિત BAPS હિન્દુ મંદિરનું નિર્માણ ડિસેમ્બર 2020 માં શરૂ થયું હતું. હવે ત્રણ વર્ષ પછી તેનું નિર્માણ કાર્ય લગભગ પૂર્ણ થઈ ગયું છે.


14મી ફેબ્રુઆરીના રોજ ભવ્ય ઉદ્ઘાટન થશે

દુબઈના અખબાર ખલીજ ટાઈમ્સ અનુસાર, 14 ફેબ્રુઆરી, 2024 ના રોજ હિન્દુ મંદિરનું ભવ્ય રીતે ઉદ્ઘાટન કરવામાં આવશે. તાજેતરમાં, મંદિરનું નિર્માણ કરનાર સંસ્થા BAPS સ્વામિનારાયણ સંસ્થાના વૈશ્વિક સંયોજક સદગુરુ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ મંદિરના શિખર પર પુષ્પવર્ષા કરવાની વિધિ કરી હતી.


તેની ઘણી તસવીરો પણ સામે આવી છે, જે ખૂબ જ આકર્ષક છે. BAPS હિંદુ મંદિરના વડા પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીની સાથે ઈશ્વરચરણ સ્વામીએ મંદિરના સાત શિખરોને ફૂલોથી આશીર્વાદ આપવાની વિધિ કરવા માટે ક્રેનથી ઉભા કરેલા બોક્સની મદદ લીધી હતી. આ અવસર મહત્વપૂર્ણ હતો કારણ કે તે વિશ્વવ્યાપી એકતા, શાંતિ અને સર્વસમાવેશકતાનું પ્રતીક છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application