ઇસ્લામનું સૌથી પવિત્ર શહેર ગણાતું મક્કા આજે પૂરના વિનાશથી ત્રસ્ત છે. માત્ર મક્કા જ નહીં પરંતુ મદીના અને જેદ્દાહ જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો છે. રસ્તાઓ પર એટલા પાણીથી ભરાઈ ગયા છે કે કાર તરી રહી છે, બસો ફસાઈ ગઈ છે. લોકો મદદ માટે ચીસો પાડી રહ્યા છે. અનેક જગ્યાએ માનવ સાંકળ બનાવીને બાળકો અને વૃદ્ધોને બચાવવાના દ્રશ્યો સામે આવ્યા છે.
મક્કાના અલ-અવલી વિસ્તારમાં માનવ સાંકળ બનાવીને બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. એક વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે પૂરમાં પડી ગયેલા ડિલિવરી બોયને બચાવવા માટે એક વ્યક્તિએ પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં લોકો માનવતાનું ઉદાહરણ રજૂ કરી રહ્યા છે.
સાઉદી અરેબિયાના રાષ્ટ્રીય હવામાન વિભાગએ મક્કા, મદીના અને જેદ્દાહમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. વરસાદના આ તાંડવને કારણે જેદ્દાહનું કિંગ અબ્દુલ અઝીઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે અને મુસાફરોને તેમની એરલાઈન્સનો સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે. શાળાઓ ઓનલાઈન વર્ગોમાં ફેરવાઈ ગઈ છે, અને જાહેર સ્થળો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે.
જેદ્દાહ પહેલા પણ પૂરનો સામનો કરી ચૂક્યું છે. શહેરમાં 2009માં 100 થી વધુ લોકોના મોત થયા હતા. આ વખતે પણ સ્થિતિ અલગ નથી. જેદ્દાહ મ્યુનિસિપાલિટીએ 11 નગરપાલિકાઓ અને 15 સહાયતા કેન્દ્રોને પાણીના ભરાવાને નિયંત્રિત કરવા માટે સક્રિય કયર્િ છે. મક્કાના સમૃદ્ધ વિસ્તારોમાં લોકોને સુરક્ષિત આશરો મળી રહ્યો છે, ત્યારે ગરીબ અને શ્રમજીવી લોકો પાણીમાં ડૂબવા માટે મજબૂર છે. પૂર દરમિયાન આ અસમાનતા વધુ સ્પષ્ટ થાય છે. એનએમસીએ આગામી સપ્તાહ સુધી ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech