જૂનાગઢ શહેરમાં મચ્છરજન્ય રોગને નિયંત્રણ લાવવા ડ્રોન દ્રારા સર્વેલન્સ

  • September 13, 2024 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



 જુનાગઢ મહાનગરપાલિકા દ્રારા મેલેરિયા ડેન્ગ્યુ ફાયલરીયા જેવા મચ્છરજન્ય રોગ સામે લડવા અધ્યતન ટેકનોલોજી અપનાવી છે.આ ડ્રોન ટેકનોલોજી દ્રારા મચ્છર ઉત્પત્તિ કેન્દ્ર શોધી અને દવાનો છટકાવ કરી ટેકનોલોજીના સહારે મચ્છરજન્ય રોગ નિયંત્રણ લાવવા નવતર અભિગમ અપનાવ્યો છે.ગઈકાલે સ્વામિનારાયણ ગુકુળ જ્ઞાનબાગ ખાતે સાંસદ, ધારાસભ્ય, કમિશનર અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં ડ્રોન ટેકનોલોજીનો પ્રારભં કરવામાં આવ્યો હતો. સાંસદ અને ધારાસભ્યએ આંગળીના ટેરવે ડ્રોનને ઉડાડી સમગ્ર પદ્ધતિ અંગે માહિતગાર થયા હતા.
મેડિકલ ઓફિસર ડો ચંદ્રેશ વ્યાસના જણાવ્યા મુજબ   મચ્છરજન્ય રોગને કંટ્રોલ કરવાની કામગીરીનું કોઈ ઓનલાઇન મોનિટરિંગની સુવિધા નથી સામાન્ય દિવસોમાં લીકેજથી સ્થિર ભરાયેલા પાણી મચ્છરજન્ય રોગ ને પ્રેરિત કરે છે તેમજ ચોમાસામાં પાણી ભરાતા હોવાથી ગ્રાઉન્ડ ટીમ દ્રારા મચ્છરો ના લારવા ઉપરાંત સ્પ્રે કરવું પણ સંભવ થતું નથી.તેથી આરોગ્ય વિભાગ દ્રારા શહેરના વિવિધ વિસ્તારોનો ડ્રોન સર્વે કરી સંભવિત મચ્છર ઉત્પતિ સ્થળની માહિતી એરિયલ ફોટોગ્રાફ, લેટીટુડ અને લોજિટુડ સાથે ગુગલ મેપ પર સમગ્ર માહિતી ઓનલાઈન મળી રહેશે. આ સાઈટ પર મચ્છરોના લારવા સાઈડ પર દવાનો છટકાવ કરી દેવાથી આંગળીના ટેરવે ટેકનિકના માધ્યમથી મચ્છરોની ઉત્પત્તિ અટકાવવાશે. ડ્રોન ટેકનોલોજીની મદદ થી મચ્છરના બ્રીડિંગ સ્થળોની ઝડપી ઓળખ અને નિકાલ કરવામાં મદદપ બની રહેશે. રોગને ડામવા ટેકનોલોજીના સહારે મહાનગરપાલિકા દ્રારા અનોખો પ્રયાસ શરૂ કર્યેા છે. ગઈકાલે સ્વામિનારાયણ ગુકુળ જ્ઞાનબાગ ખાતે કમિશનર ડો ઓમ પ્રકાશ, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, સાંસદ રાજેશ ચુડાસમા, આસિસ્ટન્ટ કમિશનર જયેશભાઈ વાજા, જ્ઞાનબાગ ગુકુળના સ્વામી પ્રિતમ સ્વપ સ્વામી, જગત પ્રકાશદાસજી, ઉપસ્થિત રહ્યા હતા. મચ્છર ઉત્પત્તિ અને મચ્છરજન્ય રોગને અટકાવવા અને ઝડપવા ડ્રોન ટેકનોલોજીની મદદ થી મચ્છર ઉત્પત્તિ કેન્દ્રોને ઝડપવા જૂનાગઢ મહાનગરપાલિકા દ્રારા સૌરાષ્ટ્ર્રમાં પ્રથમ નવતર પહેલ કરવામાં આવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application