પોરબંદરમાં શ્ર્વેતક્રાંતિની સર્જક સુદામા ડેરી દ્વારા શ્ર્વેતક્રાંતિના પ્રણેતા ડો. વર્ગીસ કુરીયનના જન્મદિવસની ઉજવણીના ભાગપે બાઇક રેલીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
ભારતમાં શ્ર્વેતક્રાંતિના પ્રણેતા ડોકટર વર્ગીસ કુરિયનના જન્મદિવસની ઉજવણીના ભાગપે સુદામા ડેરી દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જે સવારે સુદામા ડેરી જી.આઇ.ડી.સી. પોરબંદરથી શ થઇ અને સુદામા ડેરીના કુતિયાણા સ્થિત પેકિંગ પ્લાન્ટ ઉપર પૂર્ણ થયુ હતુ. આ પ્રસંગે એવુ જણાવાયુ હતુ કે સુદામા ડેરી દ્વારા પોરબંદર જિલ્લામાં શ્ર્વેતક્રાંતિ થઇ છે અને સમૃધ્ધિ પણ આવી છે. સુદામાડેરીએ સહકારીતાની શક્તિનું પ્રમાણ છે અને તેના માધ્યમથી પોરબંદર સહિત આજુબાજુના વિસ્તારના અસંખ્ય પશુપાલકોને આર્થિક રીતે આત્મનિર્ભર અને સક્ષમ બનાવ્યા છે. સિધ્ધ અને સફળ પૂરવાર થયેલ સુદામા ડેરીએ પોરબંદરમાં દૂધનો સૌથી મોટો ઉત્પાદક સિધ્ધ થયો છે ત્યારે દર વર્ષે કરોડો લીટર દૂધ સંપાદન કરીને કરોડો પિયાના વાર્ષિક સેલ્સટર્નઓવર સાથે સુદામા ડેરી પોરબંદરમાં નંબર વન બની છે. નેશનલ મિલ્ક ડે કે જે ડો. વર્ગીસ કુરીયનની જન્મજયંતી પર ઉજવવામા આવે છે જે અવસરે પશુપાલકોની સેવામાં અને રાષ્ટ્રના વિકાસમાં સુદામાડેરી હમહમેશ મહત્વનું યોગદાન આપતી રહેશે તેવો કોલ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે બાઇકરેલીનું પ્રસ્થાન થયુ ત્યારે પૂર્વ કેબીનેટમંત્રી બાબુભાઇ બોખીરીયા, શ્રી પોરબંદર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘલી. (સુદામા ડેરી)ના ચેરમેન ભરતભાઇ જીવાભાઇ ઓડેદરા, વાઇસ ચેરમેન ભરતભાઇ ભીમાભાઇ બોખીરીયા, ડિરેકટર અરજનભાઇ ભુતીયા, વિરમભાઇ કારાવદરા, નાગાભાઇ માત્રાભાઇ ઓડેદરા, મેનેજીંગ ડિરેકટર શ્રીકાંતભાઇ ભટ્ટ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં એક ઇંચ વરસાદ વરસ્યો
May 08, 2025 01:43 PMપોરબંદરમાં નવરંગ સંસ્થા દ્વારા ચિત્રકલાનો વર્કશોપ યોજાયો
May 08, 2025 01:38 PMજામનગરમાં રસ્તા રોકો આંદોલન, મહિલાઓએ આપી પ્રતિક્રિયા
May 08, 2025 01:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech