વંથલી તાલુકાના રવની ગામે વાડી વિસ્તારમાં અગાઉ થયેલ હત્યામાં બાતમી આપવાના ખારમાં ડબલ મર્ડરનો બનાવ નોંધાયો છે. જેમાં મધ રાત્રે અજાણ્યા શખ્સો દ્રારા પિતા પુત્રની ગોળી ધરબી હત્યાના બનાવમાં મૃતદેહનો કબજો લઈ પોલીસે બંનેના પીએમની કાર્યવાહી હાથ ધરી નાસી ગયેલા ઈસમોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
વંથલી તાલુકાના રવની ગામે મધરાત્રે રફીક આમદ ભાઈ સાંધ ગામેતી અને તેના પુત્ર જીશાન સાંધ સીમમાં આવેલ વાડી વિસ્તારમાં હતા તે દરમિયાન અજાણ્યા શખ્સોએ પિતા પુત્ર પર ગોળીબાર કરી કરપીણ હત્યા કર્યાનો બનાવ નોંધાયો હતો. પિતા પુત્રની એક સાથે હત્યા થયેલ બનાવ અંગે જાણ થતા કેશોદ ડીવાયએસપી બીસી ઠક્કર અને વંથલી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ડીવાયએસપી ઠક્કરના જણાવ્યા મુજબ પ્રાથમિક અનુમાન મુજબ રવની ગામે ૮ માર્ચ ૨૦૨૩ના રોજ થયેલ હત્યા મામલે બાતમી આપી હતી તેનો ખાર રાખી અજાણ્યા શખ્સોએ પિતા પુત્ર પર ગોળીબાર કરી મોતને ઘાટ ઉતાર્યા મામલે પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ડબલ મર્ડરના બનાવને લઈ એલસીબી, એસઓજી, ડોગ્સકોડ તથા એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી અને નાસી ગયેલ હત્યારાઓને ઝડપી લેવા પોલીસે આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી હતી. પિતા પુત્રના મૃતદેહને જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર બનાવમાં નોંધ રાત્રે ડબલ મર્ડરના બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર જાગી હતી અને પોલીસે હત્યારાઓને ઝડપી લેવા તપાસનો ધમધમાટ હાથ ધર્યેા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech