પીએમ મોદીના ડ્રિમ પ્રોજેક્ટ એવા હીરાસર એરપોર્ટમાં જો તમારું સ્વાગત શ્વાનો કરે તો આશ્ચર્ય પામતાં નહિ ... કારણ કે હવે એરપોર્ટના ટર્મિનલ વિસ્તારને રખડતા ભટકતા શ્વાનોએ અહીં તેનું ઘર બનાવી લીધું છે. એક વર્ષથી ઇન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત થઈ ગયું છે પરંતુ રન વે, પાર્કિંગમાંથી ગાયોના ઘણ અને શ્વાનોના ટોળાંને અહીંથી ખસેડવામાં ઓથોરિટી પણ હવે હાંફી ગઈ હોય તેમ ગુજરાતના પ્રથમ ગ્રીન ફિલ્ડ હિરાસર એરપોર્ટ રખડતા ભટકતા પ્રાણીઓ માટેનો અડ્ડો બની રહ્યું હોય તેવાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
આ સમાચારમાં જોવા માટે તસવીર પેસેન્જરો દ્વારા વાયરલ કરવામાં આવી છે જેમાં ફ્લાઈટમાંથી પેસેન્જર ઉતયર્િ બાદ જ્યારે અરાઇવલ એરિયામાં પહોંચે છે ત્યારે તેમનું સ્વાગત આ આ ડોગ દ્વારા થઈ રહ્યું હોય તેમ સામાન માટેની ટ્રોલી પાસે આરામ ફરમાવતા શ્વાનો જોવા મળી રહ્યા છે.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થયું તેને એક વર્ષ તાજેતરમાં પૂર્ણ થયું અને જેની ઉજવણી એરપોર્ટ ઓથોરિટી દ્વારા ભવ્ય રીતે કરવામાં આવી પરંતુ હજુ સુધી ઓથોરિટી કે પછી વહીવટી તંત્ર એરપોર્ટના રન વે ોડા થોડા સમયે એરપોર્ટ કોઈને કોઈ સમસ્યા માટે સમાચારોમાં ચમકતું રહે છે તેવી જ રીતે તાજેતરમાં પેસેન્જર દ્વારા ફોટો અને વીડિયો વાયરલ કરવામાં આવ્યો અને સાથે એવીએશન મંત્રાલયને પણ મોકલવામાં આવ્યો છે જેમાં સરકાર પાસે જવાબ માગ્યો છે કે શું આ રાજકોટનું એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે કે પછી કોઈ છેવાડાના ગામડાનું બસ સ્ટેશન..?
એરપોર્ટમાંથી એવી પણ ફરિયાદો ઉઠી રહી છે કે, ઇન્ટરનેશનલ એરપોર્ટની હાલત અત્યારે ઢોરડબાથી કમ નથી. એરપોર્ટમાં પ્રવેશ કરીએ તે પહેલા રખડતી ગાય અને ભેંસના ટોળા જોવા મળે છે, જેના કારણે અહીં આવતા ખૂબ તકેદારી રાખવી પડે છે ઘણી વખત તો આખલાયુદ્ધ શરૂ થઈ જતા પેસેન્જરો અને ત્યાંના કર્મચારીઓને પણ સાવધાની રાખવી પડે છે.
આ અંગે એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે રખડતા પ્રાણીઓ ને દૂર કરવા માટે શ્રમિકો અને પેટ્રોલિગ ની ટીમ ગોઠવવામાં આવી છે તેમ છતાં અવારનવાર આજુબાજુના વિસ્તારોમાંથી ગાય અને શ્વાનો ઘુસી જાય છે. આ બાબતે અમે પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે પ્રયાસો ચાલુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન વાઈસ ચેરમેનની સર્વાનુમતે થઈ પસંદગી
November 22, 2024 03:24 PMમોબાઇલ ટાવર્સનો કરોડોનો વેરો બાકી; જપ્તી નોટિસ
November 22, 2024 03:20 PMપશ્મિ શોલ જેવી મોંઘી વૂલન શાલને આ રીતે કરો વોશ, હંમેશા દેખાશે ચમકદાર
November 22, 2024 03:19 PMમવડીમાં વેલરી શો રૂમ અને ટેઇલર શોપ સહિત ત્રણ ગેરકાયદેસર બાંધકામ સીલ
November 22, 2024 03:19 PMAAPનો નવો નારો, કેજરીવાલે કહ્યું- BJP આવશે તો વીજળી-પાણીના બિલ ચૂકવવા પડશે
November 22, 2024 03:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech