શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ચિંતાજનક સપાટીએ પહોંચી ગઈ હોય તેમ છાશવારે લુખ્ખા અને આવારા તત્વો સરાજાહેર ગુંડાગીરીનું વરવુ પ્રદર્શન કરી રહ્યા હોય તાજેતરમાં જ અમદાવાદના વસ્ત્રાલમાં આવી ઘટના બની હતી. જે બાદ રાજ્ય પોલીસ વડાએ પ્રજાને પરેશાન કરનાર આવા ગુંડા તત્વોની યાદી ૧૦૦ કલાકમાં તૈયાર કરવા આદેશ આપ્યો હતો. જેના પગલે રાજકોટ પોલીસ પણ કાર્યરત થઈ છે અને પોલીસ દ્વારા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે.
વોટસએપ નંબર 63596 29896 જાહેર કર્યા
બીજી તરફ આજરોજ રાજકોટ પોલીસ દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે જો તમારી આસપાસ કે તમારા વ્યવસાય સ્થળે અથવા કોઈપણ જાહેર સ્થળે લુખ્ખાગીરી કરનાર કે અસામાજિક પ્રવૃત્તિ આચરનાર શખસ હોય તો તેની જાણ પોલીસને કરવી તે માટે પોલીસે વોટસએપ નંબર 63596 29896 જાહેર કર્યા છે. જેના પર માહિતી આપવા અપીલ કરવામાં આવી છે.
અસામાજિક તત્વો પર પોલીસની તવાઇ ઉતરશે
છેલ્લા ઘણા સમયથી નજીવી બાબતે ઘાતક હથિયારો સાથે જાહેરમાં ધમાલ મચાવવાના બનાવો, બેફિકરાઇથી વાહન ચલાવી નિર્દોષ લોકોના જીવ લઈ લેવાની ઘટનાઓમાં સતત વધારો થતો હોય ત્યારે કાયદો વ્યવસ્થાની સ્થિતિને સુદ્રઢ બનાવવા અને લોકોમાં કાયદો વ્યવસ્થા પર પુન: વિશ્વાસ સ્થાપિત થાય તે માટે અસરકારક કામગીરી કરવા રાજ્ય પોલીસવડા દ્વારા રાજ્યના મુખ્ય ચાર શહેરના પોલીસ કમિશનરને સૂચના આપવામાં આવી છે કે પ્રજાને પરેશાન કરનાર લુખ્ખા અને અસામાજિક તત્વોની યાદી 100 કલાકમાં તૈયાર કરો. આ યાદી તૈયાર થઈ ગયા બાદ અસામાજિક તત્વો પર પોલીસની તવાઇ ઉતરશે.
ગુનેગારોની યાદી તૈયાર કરી છે
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાના માર્ગદર્શન હેઠળ શહેર પોલીસ દ્વારા આ યાદી તૈયાર કરવામાં આવી રહી છે પોલીસે સૌપ્રથમ એકથી વધુ ગુનામાં સંડોવાયેલા ગુનેગારોની યાદી તૈયાર કરી છે જેમાંથી કેટલા ગુનેગારો બે ગુનામાં ત્રણ ગુનામાં ચાર ગુનામાં કે તેનાથી પણ વધુ ગુનામાં સંડોવાયેલા છે તે તારવવામાં આવશે ત્યારબાદ તેની ફાઈનલ યાદી તૈયાર કરાશે.
મિલકતનું ડિમોલિશન કરાવશે
ગુનેગારોની યાદી તૈયાર થયા બાદ આવા ગુનેગારોના બેન્ક એકાઉન્ટ તેમજ તેમણે વસાવેલી મિલકતની ચકાસણી કરાશે અને જો ગુનાખોરી આચરી કમાણી કરી હશે તો મનપા સાથે મળી પોલીસ તે મિલકતનું ડિમોલિશન કરાવશે તેમજ આવા તત્વો ગેરકાયદે વિજ કનેક્શન કે પાણી કનેક્શન પોતાના કબ્જા વાળી મિલકત પર લીધા હશે તો તે કટ કરી દેવા સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે.
યોગ્ય ઇનામ પણ આપવામાં આવશે
બીજી તરફ પોલીસે કાયદો વ્યવસ્થાની સ્થિતિમાં સુધાર લાવવા માટે પ્રજા પાસે સહકારની અપીલ કરી છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તાર તેમજ વ્યવસાયી સ્થળે તથા જાહેર સ્થળે વહી ફેલાવનાર કે લુખ્ખાગીરી કરનાર કે અન્ય કોઈપણ પ્રકારની ગેરકાયદે અને અસામાજિક પ્રવૃત્તિ કરનાર શખસો વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરી છે. ત્યારે કોઈ પણ જાગૃત નાગરિક આવા ઈસમો બાબતેની જાણકારી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના વોટસએપ નંબર 63596 29896 પર કરી શકશે. જેમાં આવા શખસોની ઓળખ તેનું સરનામું અને માહિતી શેર કરી શકાશે જાણ કરનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે એટલું જ નહીં તેને યોગ્ય ઇનામ પણ આપવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાલડીમાં 100 કરોડના સોનાનો ઘટસ્ફોટ: 57 કિલો સોનું દાણચોરીથી લવાયું, બે આરોપીની શોધખોળ
March 18, 2025 09:02 PMAustralian Beaches: ઓસ્ટ્રેલિયાના દરિયા કિનારા પર રહસ્યમય ફીણથી ખળભળાટ, માછલીઓના મોત
March 18, 2025 09:00 PMવોટર કાર્ડને આધાર કાર્ડ સાથે કરાશે લિંક, ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલયની બેઠકમાં લેવાયો નિર્ણય
March 18, 2025 08:59 PMગુજરાત સરકાર સાથે નયારા એનર્જીના બે MOU થયા, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને મળશે વિશેષ લાભ
March 18, 2025 05:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech