ભાવનગરના શખ્સોએ ઓરિસ્સાની બહેરામપુર યુનિ.ના વી.સી સાથે ‚ા.૧૪ લાખની કરી છેતરપિંડી

  • April 14, 2025 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઓરિસ્સાના બહેરામપુર યુનિવર્સીટીના વાઇસ ચાન્સલેસર મહિલા પ્રોફેસર ડીજીટલ એરેસ્ટનો ભોગ બન્યા હતા. અને આ ઠગાઈ કાંડમાં ભાવનગરના ત્રણ શખ્સોનું નામ ખુલવા પામ્યું હતું જે મામલે અગાઉ બહેરામપુર પોલીસ ભાવનગર આવી હતી અને બે શખ્સોને ઝડપી લીધા હતા. બન્નેની પૂછપરછમાં અન્ય એક શખ્સનું નામ ખુલતા પોલીસ દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ ત્રણેય આરોપીઓએ મહિલા પ્રોફેસર પાસેથી ઈડીના અધિકારી તરીકે ધમકી આપી ૧૪ લાખ રૂપિયા ખંખેરી લીધા હતા.
ઓરિસ્સા ખાતે રહેતા અને બહેરામપુર યુનિવર્સિટીના વાઈસ ચાન્સલેસર મહિલા પ્રોફેસર ગીતાજંલી દાસે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત ૧૨ ફેબ્રુઆરીએ તેમને ફોન આવ્યો હતો અને સામે ફોનમાં વાત કરનાર વ્યક્તિએ એમના ખાતામાં કરોડો રૂપિયા જમા થયા છે અને અમારે થોડાક સવાલ કરવા છે તેમ કહી ઈડીના અધિકારીઓ તરીકે ઓળખ આપી અને જમા થયેલા રૂપિયા ટ્રાન્સફર કરવા જણાવતા ગીતાજલી દાસે સામે વાળી વ્યક્તિને ૧૪લાખ રૂપિયા ટ્રાન્સફર કરી આપ્યા હતા અને બાદમાં વિશ્વાસ કેળવવા આરોપીઓએ ૮૦ હજાર પરત પણ કર્યા હતા પરંતુ અને અન્ય રકમ ધીરે ધીરે તેમના ખાતામાં જમા કરવા દેવાની ખાતરી આપી હતી. પરંતુ બાદમાં આરોપીઓને ફોન ન લાગતા તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાવતા બહેરામપુર પોલીસમાં અજાણ્યા શખ્સો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે મામલે બહેરામપુર પોલીસ ભાવનગર ખાતે પહોંચી હતી અને ભાવનગરના કાળિયાબીડમાં રહેતા વિશ્વજીતસિંહ ગોહિલ અને હિલડ્રાઇવ વિસ્તારમાં રહેતા જેનીલ ભુતૈયાની ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા. અને આ મામલે વધુ એક અમન મહેતા નામના શખ્સનું પણ નામ ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી  છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application