ડોનાલ્ડ ટ્રમ્પની યુએસમાંથી ૧૮ હજાર ભારતીયોને હાંકી કાઢવાની તૈયારી

  • December 14, 2024 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ સત્તા સંભાળ્યા પછી અમેરિકન ઇતિહાસમાં સૌથી મોટો દેશનિકાલ કરવાનો નિર્ણય લીધો છે. આની તૈયારીમાં યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (આઈસીઈ) એ દેશનિકાલ માટે અંદાજે ૧.૫ મિલિયન વ્યકિતઓની યાદી તૈયાર કરી છે. તેમાંથી લગભગ ૧૮ હજાર ભારતીય નાગરિકો અમેરિકી સરકાર દ્રારા તૈયાર કરવામાં આવેલી યાદીમાં છે જેમને ભારત પરત મોકલવાનું જોખમ છે. આ યાદીમાં ૩૭૯૦૮ ચીની નાગરિકોનો પણ સમાવેશ થાય છે જેને અમેરિકા છોડવું પડશે.
નવેમ્બર ૨૦૨૪ માં જાહેર કરાયેલ આઈસીઈ ડેટા અનુસાર, યુનાઇટેડ સ્ટેટસમાં અમેરિકા છોડવાના આદેશો સાથે ૧૫ લાખ બિન–અટકાયત વ્યકિતઓમાં ૧૭,૯૪૦ ભારતીયો છે. પ્યુ રિસર્ચ સેન્ટરના ડેટા અનુસાર, યુ.એસ.માં ભારતમાંથી આશરે ૭૨૫,૦૦૦ ગેરકાયદેસર ઇમિગ્રન્ટસ છે, જે મેકિસકો અને અલ સાલ્વાડોર પછી ગેરકાયદેસર ઇમિગ્રન્ટસની ત્રીજી સૌથી મોટી વસ્તી બનાવે છે. આ ડેટા જાહેર થયા પહેલા ઓકટોબરમાં અમેરિકાએ દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીય નાગરિકોને દેશનિકાલ કરવા માટે ચાર્ટર્ડ લાઇટનો ઉપયોગ કર્યેા હતો. હોમલેન્ડ સિકયુરિટી વિભાગના જણાવ્યા અનુસાર, ૨૨ ઓકટોબરના રોજ ભારતની લાઈટનું આયોજન ભારત સરકારના સહયોગથી કરવામાં આવ્યું હતું. યુ.એસ.માં રહેતા હજારો બિનદસ્તાવેજીકૃત ભારતીયો તેમની સ્થિતિને કાયદેસર બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, જેમાં ઘણાને આઈસીઈ તરફથી મંજૂરી મેળવવામાં વર્ષેાનો સમય લાગે છે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં સરેરાશ ૯૦,૦૦૦ ભારતીયો ગેરકાયદેસર રીતે યુએસ સરહદ પાર કરવાનો પ્રયાસ કરતા પકડાયા છે. યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (આઈસીઈ)એ અધિકારીઓ દ્રારા સંકલનમાં વિલંબને ટાંકીને ભારતને બિન સહકારી શ્રેણીમાં મૂકયું છે. આઈસીઈ દસ્તાવેજો અનુસાર, હોન્ડુરાસ ૨૬૧,૬૫૧ ગેરકાયદે ઇમિગ્રન્ટસ સાથે દેશનિકાલની યાદીમાં ટોચ પર છે, ત્યારબાદ ગ્વાટેમાલા, મેકિસકો અને અલ સાલ્વાડોર છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application