ભાવનગર ડી.આર.યુ.સી.સી.ની બેઠકનુ આયોજન કરવામાં આવતા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિજ્ઞેશ કારીયા સહિત આગેવાનોએ ખાસ હાજરી આપી હતી અને પોરબંદરને લગતા પ્રશ્ર્નો રજૂ કર્યા હતા.જેમાં મહત્વના ત્રણ પ્રશ્ર્નોના દિવાળી પહેલા જ નિરાકરણની ખાત્રી અપાઇ હતી.
ભાવનગર રેલ્વે ડીવીઝન માં આજ રોજ ડી.આર.યુ.સી.સી. ની પ્રથમ મીટીંગ નું આયોજન થયેલું હોય ત્યારે ભાવનગર ડીવીઝનનાં અલગ-અલગ શહેર માંથી ડી.આર.યુ.સી.સી. રેલ્વે બોર્ડનાં સભ્યો હાજર રહેલા હોય ત્યારે આ મીટીગ માં રેલ્વે ડીવીઝનનાં ડી.આર.એમ. રવિકુમારની અધ્યક્ષતામાં ડી.સી.એમ. માસુક દ્વારા સંચાલન કરવામાં આવેલ હતું ત્યારે આ મીટીગ માં સર્વે પ્રથમ આવેલ તમામ ડી.આર.યુ.સી.સી. સભ્યોનું ફૂલો થી સ્વાગત કરવામાં આવેલ હોય તેમજ પોત પોતાના વિસ્તારમાં પોતાના સ્ટેશનમાં જે કોઈ પણ તકલીફ હોય તેની રજૂઆત કરવાની હોય અને તેનું નિવારણ કરી મુશ્કેલી દુર કરવા બાબતની ચર્ચા થતી હોય ત્યારે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ તેમજ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ના સેક્રેટરી જીજ્ઞેશભાઈ કારિયા દ્વારા આ મીટીગમાં પોરબંદર ને લગતા પ્રશ્ર્નો માં નીચે મુજબ ની રજૂઆત કરવામાં આવેલ હતી.
પોરબંદર-દાદર-પોરબંદર ગાડી નં. ૧૯૦૧૬/૧૯૦૧૫ આ ગાડીમાં થ્રી ટાયર અને ટુ ટાયર કોચ બંને કમ્બાઈન હોય ત્યારે આ ગાડીમાં ટુ ટાયર એ.સી. કોચ અલગ આખો લગાવો જોઈએ જેથી મુસાફરો ને સારી સગવડતા મળે., પોરબંદર રેલ્વે સ્ટેશન ઉપર થી ઉપડતી તમામ ગાડીઓમાં એ.સી. કોચ નાં એ.સી. સમયસર ચાલુ ન થતા હોય અને ગાડી પ્લેટફોર્મ ઉપર લાગ્યા પછી એ.સી. ચાલુ કરવામાં આવતા હોય છે જેથી મુસાફરો ને સ્ફોકેશન અને ગરમી અનુભવાતી હોય છે ત્યારે રેલ્વે નાં નિયમ મુજબ ગાડી પ્લેટફોર્મ ઉપર લાગે એમની અડધો કલાક પહેલા એ.સી. ચાલુ થઇ જવા જોઈએ જેથી મુસાફરોને ખરાબ હાલાકી ભોગવી ન પડે.,પોરબંદર-ભાવનગર-પોરબંદર જે દરરોજ સવારે ભાવનગર જતી ટ્રેન હોય ત્યારે આ ગાડીમાં એક ચેર કાર એ.સી. કોચ લગાવો જોઈએ જેથી પેસેન્જરોને આવવા-જવા માટે એ.સી. કમ્ફટેબલ રહેતું હોય ત્યારે અમુક વર્ગ એ.સી. સિવાય ન જતા હોય ત્યારે આ સુવિધા મળવાથી પેસેન્જરો ને પણ ટ્રેન નો પૂરો લાભ મળશે અને રેલ્વે ને પણ સારી આવક થાશે ત્યારે હાલ આ ટ્રેન માં કોઇપણ એ.સી. કોચ ન હોય માટે આ એક જ ટ્રેન પોરબંદર-ભાવનગર-પોરબંદર ની હોય તો આ ગાડીમાં એ.સી. કાર ચેર કોચ લગાડવામાં આવે તો સારી સુવિધા મળશે. ઉપરોક્ત બાબતની આ ડી.આર.યુ.સી.સી.ની પ્રથમ મીટીગમાં જીજ્ઞેશભાઈ કારિયા દ્વારા રજૂઆત કરવામાં આવેલી હોય ત્યારે આ બાબતે ડી.આર.એમ. રવિકુમાર એ ખાતરી આપી કે આ ત્રણે-ત્રણ પ્રશ્ર્ન જે હોય તેનું નિવારણ દિવાળી પહેલાનાં પ્રશ્ર્નો માં જ કરી આપશું જેથી રેલ્વે નાં પેસેન્જરો ને આ બધી સગવડતા નો લાભ મળે અને રેલ્વે ને આવક નો પણ સ્ત્રોત મળે અને પેસેન્જરો ને જે સુવિધા નો અભાવ છે તે બાબત નો પણ યોગ્ય નિરાકરણ કરી અને ફરી પાછી મુશ્કેલી ન પડે તે બાબતની તાકીદ કરેલ હતી. ત્યારે જીજ્ઞેશભાઈ કારિયા એ ડી.આર.એમ. રવિકુમાર તેમજ ડી.સી.એમ. માસુકનો આભાર માનેલ હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application‘અમારી માધવાણી કોલેજ રાબેતા મુજબ ચાલુ છે, અફવામાં આવવુ નહીં’
December 23, 2024 02:28 PMપોરબંદરના ગ્રામ્યપંથકમાં નવ કરોડથી વધુના રસ્તાના થયા ખાતમુહૂર્ત
December 23, 2024 02:27 PMજેતપુરના કેમિકલયુકત પાણી સમુદ્રમાં જશે તો દરિયો માછલા વિહોણો બની જશે
December 23, 2024 02:25 PMગુજરાત ખારવા સમાજનો નગારે ઘા, ૨૬ ડિસેમ્બરે ગુજરાત બંધ
December 23, 2024 02:23 PMએ ફિલ્મ શરૂ થતાં સિનેમા હોલ મંદિરો બની જતા, લોકો ચપ્પલ ઉતારીને ફિલ્મ જોતા
December 23, 2024 02:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech