જસદણની કોલેજમાં ઉઘાડેછોગ ચોરી તી હોવાનો વીડિયો વાયરલ તાં હડકંપ

  • April 26, 2024 12:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોલેજોમાં ચાલી રહેલી પરીક્ષા દરમિયાન જસદણની એમ. ડી. કહોર કોલેજમાં ઉઘાડેછોગ ચોરી તી હોવાનો વિડીયો વાયરલ તાં યુનિવર્સિટી નું સમગ્ર તંત્ર કામે લાગી ગયું છે. વીડિયોમાં દર્શાવેલી વિગત સાચી છે કે આ વિડીયો જૂનો છે તે નક્કી કરવા માટે યુનિવર્સિટીના પરીક્ષા નિયામકે જસદણની એમડી કહોર કોલેજના સંચાલકો પાસે સીસીટીવી ની હાર્ડ ડિસ્ક તાત્કાલિક યુનિવર્સિટીને પહોંચાડવા આદેશ કર્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક નિલેશ સોની ના જણાવ્યા મુજબ હાર્ડ ડિસ્કની તપાસ કરીને જો આ વિડીયો સાચો જણાશે તો પરીક્ષામાં ચોરી કરનાર વિર્દ્યાીઓ અને કોલેજના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
​​​​​​​
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવી રહેલી પરીક્ષામાં બીસીએ સેમેસ્ટર ચાર નું પેપર લીક યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી યુનિવર્સિટીએ આ સંદર્ભે પોલીસ ફરિયાદ કરી ની. યુનિવર્સિટીના સત્તાવાળાઓ એવું કહે છે કે આ સમગ્ર પ્રકરણની તપાસ નિવૃત્ત જજ જગદીશભાઈ ત્રિવેદી ને આપવામાં આવી છે. તેમનો રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રકરણ હજુ પૂરું યું ની ત્યાં જસદણની કોલેજ નો નવો ઈસયુ બહાર આવ્યો છે. આ વીડિયોમાં વિર્દ્યાીઓ પરીક્ષા ખંડમાં એકબીજા સો મોબાઇલમાં વાતચીત કરતા હોવાનું નજરે પડે છે. પરીક્ષા ખંડમાં મોબાઈલ લઈ જવાની મનાઈ હોવા છતાં શા માટે તેને કોઈએ અટકાવ્યા નહીં તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.
દરમિયાનમાં આ પ્રશ્ને આજે સવારી જ એન એસ યુ આઈ અને આમ આદમી પાર્ટીની વિર્દ્યાી પાખ યુવા છાત્ર સંઘર્ષ સમિતિના કાર્યકરો મોટી સંખ્યામાં યુનિવર્સિટીએ પહોંચી ગયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application