જામનગરમાં આગામી તા.૧૨ ડિસે.ના જિલ્લા કક્ષાનો મેગા જોબફેર યોજાશે

  • December 07, 2023 10:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, મોડેલ કરિયર સેન્ટર, જામનગરના માર્ગદર્શન હેઠળ આગામી તા.૧૨ ડિસેમ્બરના રોજ સવારે ૧૦:૩૦ કલાકે જિલ્લાકક્ષાના મેગા જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર ભરતી મેળામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે. તેમજ નોકરીદાતાઓ દ્વારા સ્થળ પર જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
ઉક્ત મેગા રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા માટે ઈચ્છુક ઉમેદવારોએ પોતાનો બાયો-ડેટા, પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ્સ, શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની નકલો સાથે મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, આઈ.ટી.આઈ. કેમ્પસ, એસ.ટી.ડેપો સામે, જામનગર- આ સ્થળ પર સમયસર હાજર થવાનું રહેશે.
આ અંગે, વધુ માહિતી અત્રેની કચેરીના સંપર્ક નં. ૦૨૮૮-૨૫૬૪૬૫૪ પરથી મેળવી શકાશે. તેમ, મદદનીશ નિયામક (રોજગાર) સરોજ સાંડપા, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application