ચેમ્બરના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત: બી.કે. પંડ્યાને સ્મૃતિ ચિહ્ન કરાયું અર્પણ
જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા જામનગરના નવ નિયુકત કલેકટર બી.કે પંડયા આઇએએસને સન્માનવાનો એક કાર્યક્રમ ચેમ્બરની કારોબારી સમિતિના સભ્યો તથા સંસ્થાના સંલગ્ન સર્વે એસોસીએશન્સના પ્રતિનિધિઓ ઉપસ્થિતમાં યોજવામાં આવેલ હતો. કાર્યક્રમની શઆતમાં ચેમ્બરના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાએ સ્વાગત કરતા જણાવેલ હતું કે ચેમ્બરની પ્રણાલી છે કે જામનગર શહેરમાં નવ નિયુકત થતાં અધિકારીઓને આવકારીને તેમની સાથે ચચર્િ વિચારણા કરવા તેમની સાથે બેઠક યોજવી. આ તકે ચેમ્બર પ્રમુખએ જામનગર ચેમ્બરનો ટૂંકમાં પરિચય આપેલ હતો. વધુમાં જણાવેલ કે જામનગરમાં બ્રાસ ઉદ્યોગ, શિપિંગ ઉદ્યોગ, બાંધણી ઉદ્યોગ તથા અન્ય વિવિધ ઉદ્યોગ પણ કાર્યરત છે. રીલાયન્સ ઈન્ડસ્ટ્રી જેવી મહાકાય રિફાઇનરી પણ આવેલ છે પરંતુ અન્ય શહેરના વિકાસની સરખામણી એ જામનગરનો વિકાસ હજુ ઓછો છે. જામનગરમાં એક પણ રિંગ રોડ નથી. આવતા દસ વર્ષના વિકાસને ધ્યાને લઈ તેમજ મહાનગરપાલિકાઓ ના વિકાસ કરવા ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર બનાવા કમિટીની રચના થયેલ છે જેના માટે જરી જમીન સંપાદન થયે આ કાર્ય આગળ વધશે. વધુમાં હાલ જામનગર તથા આસપાસના વિસ્તારોના વેપારી ઉધ્યોગકારોને નવા જીએસટી નંબર મેળવવા માટે બાયોમેટ્રિક્સ કરાવવા જુનાગઢ જવું પડે છે. આથી જામનગરને જીએસટી સુવિધા કેન્દ્ર માટે જગ્યા ફાળવવા અનુરોધ કરેલ હતો.
ત્યારબાદ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત ચેમ્બરના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, ઉપપ્રમુખ રમણિકભાઇ પી. અકબરી, માનદ સહમંત્રી કૃણાલભાઈ વી. શેઠ, માનદ ખજાનચી અજેશભાઈ પટેલ, માનદ સંપાદક સુધીરભાઈ વછરાજાની તત્કાલિન પ્રમુખ તુલસીભાઈ વી. ગજેરા, પૂર્વ પ્રમુખઓ લાખાભાઇ કેશવાલા, જીતેન્દ્ર એચ લાલ, તેમજ ચેમ્બર સંલગ્ન એસોસિએશન માંથી ધી જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશનના ખજાનચી ભાઇલાલભાઈ ગોધાણી, ધી સિડ્ઝ એન્ડ ગ્રેઈન મર્ચન્ટસ એસોસિએશનના માનદ મંત્રી લક્ષ્મીદાસભાઈ રાયઠઠા, જામનગર સહકારી ઉધોગનાગર સંઘ લી. ના ચેરમેન ધીભાઈ આર. કારીયા, જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનના ખજાનચી દિનેશભાઇ નારિયા, જામનગર બ્રાસ ફાઉન્ડરી એસોસીએશનના રામજીભાઈ ગઢીયા, એકઝીમ મેટલ મરચન્ટ એસોસિએશન જામનગરના ખજાનચી સુરેશભાઇ હિરપરા, જામનગર હાર્ડવેર મેન્યુફેક્ચર્સ એસોસિએશનના ઉપપ્રમુખ મનસુખભાઈ સાવલા, ધી કોમર્શિયલ ટેક્સ પ્રેકટીસનર્સ એસોસિએશનના ઉપપ્રમુખ જયેશભાઈ કાનાણી, જામનગર મોટર મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ રાજેશભાઈ શાહ, જામનગર ગૂડઝ ટ્રાન્સપોર્ટ એન્ડ કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ મહાદેવસિંહભાઈ રાણા, ધી જામનગર ટેક્ષ બાર એસોસિએશનના પ્રમુખ અસગરઅલી કોઈયા, જામનગર શેર હોલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ મુગટલાલ શાહ, જામનગર ટેક્ષ ક્ધસલટન્ટર્સ એસોસિએશનના પ્રમુખ ભાવિકભાઈ ધોળકિયા, જામનગર એફએમસીજી ડિસ્ટ્રિબ્યુટર એસોસીએશનના પ્રમુખ વ્યોમેશભાઈ લાલ દ્વારા કરવામાં આવેલ હતું, ત્યારબાદ કલેકટર બી કે. પંડયાનો પરિચય સંસ્થાના માનદ ખજાનચી અજેશભાઈ પટેલ એ આપેલ હતો.
આ તકે જીલ્લા કલેક્ટર બી.કે પંડયા એ તેમનો પ્રતિભાવ આપતા જણાવેલ કે આજની આ બેઠકના માધ્યમથી આપ સૌને મળવાનું થયું અને એક બીજાનો પરિચય થયો. આમ તો હું રાજકોટ શહેરનો વતની છું પરંતુ જામનગર આવવાનું ઓછું રહેતું પરંતુ જામનગર આવ્યા બાદ ખ્યાલ આવેલ કે જામનગર જીલ્લો ખૂબ જ ઝડપી વિકાસ કરી રહેલ છે. ઔધોગિક વિકાસ તથા વસ્તી વધારા થી આંતર માળખાકીય સુવિધા પણ વધારવી પડે દરેક શહેરના વિકાસ માટે પાયાની જરિયાતો જેવી કે લાઇટ, પાણી, રોડ, રસ્તા તથા રિંગ રોડની ખાસ જરિયાત હોય છે. આ તકે તેમણે જીએસટી સુવિધા કેન્દ્ર માટે જગ્યા ફાળવવા પ્રયત્નશીલ રહેવા ખત્રિ આપેલ હતી. તેમજ શહેરના વિકાસના કોઈપણ પ્રશ્ન માટે બ મળવા જણાવેલ હતું. આ તકે તેમણે તેમના સન્માન બદલ ચેમ્બરનો આભાર વ્યકત કરેલ હતો.
આ તકે ચેમ્બર ના પ્રમુખના હસ્તે કલેક્ટર બી.કે. પંડ્યા સ્મૃતિ ચિન્હ અર્પણ કરવામાં આવેલ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચેમ્બરના માનદ સહમંત્રી કૃણાલભાઈ વી. શેઠ કરેલ હતું. તેમજ કાર્યક્રમના અંતે આભાર દર્શન ચેમ્બરના ઉપપ્રમુખ રમણીકભાઇ અકબરીએ કરેલ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech