જિલ્લાના ૧૮૪ વિકાસના કાર્યો માટે ૬૩૯.૮૫ લાખના કામોને મંજુરી અપાઈ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારીમંત્રી તથા જળસંપતિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠક પ્રભારી મંત્રી વિડિયો કોન્ફરન્સ માધ્યમથી જોડાયા હતા.
જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની વિવિધ જોગવાઇઓ હેઠળ વર્ષ ૨૦૨૪-૨૫ના (વિવેકાઘીન જોગવાઇ(સામાન્ય), (અનુ.જાતી પેટા યોજના), ૫% પ્રોત્સાહક, વિવેકાધીન નગરપાલીકા) વગેરે યોજનાઓમાં વિકાસના ૧૮૪ કામો માટે રૂા ૬૩૯.૮૫ લાખના કામોને મંજુરી આપવામાં આવી હતી. વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની વિવિઘ જોગવાઇઓ હેઠળ વર્ષ ૨૦૨૦-૨૧ થી વર્ષ ૨૦૨૩ -૨૪ના કામોની સમીક્ષા પણ કરવામાં આવી હતી અને સંસદ સભ્યની ગ્રાન્ટના કામોની પણ સમીક્ષા તેમજ કામોને સમયાંતરે પૂર્ણ કરવા સૂચના આપવામાં આવેલ હતી.
પ્રભારીમંત્રીએ અધિકારીઓને વિકાસલક્ષી કામો સમયસર શરૂ કરી દેવા અને અગાઉના વર્ષના બાકી કામો તાકીદે પૂર્ણ કરવા માટે પણ માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી દ્વારા વિકાસના હાથ ધરાયેલ કામોની રૂપરેખા આપી તેમજ અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી. બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી આઈ.જી.પટેલ દ્વારા સંકલિત માહિતી રજુ કરી હતી.
જિલ્લા આયોજન મંડળની બેઠકમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા (વર્ચ્યુઅલ માધ્યમથી), જિલ્લા પંચાયતના પ્રમુખ રિધ્ધિબા જાડેજા, નગરપાલિકા પ્રમુખ રચના મોટાણી, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, પદાધિકારીઓ, અમલીકરણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ એરપોર્ટ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ, ભારતના S-400 એ 8 મિસાઇલો તોડી પાડી
May 08, 2025 09:05 PMજસ્ટિસ વર્માનો રાજીનામું આપવાનો ઇનકાર, CJIએ રાષ્ટ્રપતિ અને PMને તપાસ રિપોર્ટ મોકલ્યો
May 08, 2025 08:34 PMજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech