રાજકોટ જિલ્લા આયોજન સમિતિની ચૂંટણી જાહેર કરતા જિલ્લા કલેકટર

  • February 29, 2024 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોમાંથી જિલ્લા આયોજન સમિતિના 15 સભ્યોની ચૂંટણીનો તબક્કાવાર કાર્યક્રમ ચૂંટણી ઓથોરિટી જિલ્લા આયોજન સમિતિ અને કલેકટર પ્રભવ જોશી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ, આ ચૂંટણી માટે ઉમેદવારે અથવા તેના પ્રસ્તાવકતર્એિ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી, ગોંડલ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી, રાજકોટને તાલુકા પંચાયત કચેરી, રાજકોટ ખાતે (જાહેર રજા સિવાયના) નામાંકન પત્રો કોઈ પણ દિવસે સવારે 11:00 કલાકથી 15:00 કલાકની તા.13/03/2024 સુધીમાં રજુ કરવાના રહેશે. નામાંકન પત્રના નમૂના રજૂ કરવાના સ્થળ પરથી મેળવી શકાશે. નામાંકન પત્રોની ચકાસણી તાલુકા પંચાયત કચેરી, રાજકોટ ખાતે તા.14 માર્ચના રોજ 11:00 કલાકે કરવામાં આવશે. ઉમેદવારી પાછી ખેંચી લેવાની નોટીસ તા.18 માર્ચના રોજ, બપોરે 15:00 વાગ્યા પહેલા કચેરી ખાતે અધિકારીને ઉમેદવાર અથવા ઉમેદવારે (નોટીસ) પહોંચાડવા માટે લેખીતમાં અધિકૃત કયર્િ હોય તેવા તેના પ્રસ્તાવકતર્િ દ્વારા પહોંચાડી શકાશે. તા. 19 માર્ચે ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. જો ચૂંટણી કરવાની થાય તો તા. 30 માર્ચે સવારે 10:00 કલાક થી 13:00 કલાક સુધીમાં મતદાન યોજાશે જેની તા. 31 માર્ચે મતગણતરી કરાયા બાદ પરિણામ જાહેર કરાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application