વિશ્ર્વ ચકલી દિવસ નિમિતે જામનગરમાં માટીના માળાનું વિતરણ

  • March 20, 2024 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિશ્ર્વમાં દિવસેને દિવસે ચકલીનું અસ્તિત્વ ઓછું થઇ રહ્યું છે, કારણ કે આ એક જ એવું પક્ષી છે કે જે શાંત વાતાવરણમાં રહેવા ટેવાયેલું હોય છે, દિવસને દિવસે કોંક્રેટના જંગલો ઉગી રહ્યા છે ત્યારે તેમને રહેવા માટે માળાઓ રહ્યા નથી, સાથોસાથ ટીવી, મોબાઇલ, રેડીયો, અવાજ પ્રદુષણ અને રેડીયશનના કારણે ચકલીઓ અલિપ્ત થતી જોવા મળે છે, જામનગરમાં પક્ષી પ્રેમીઓ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ચકલી અંગે જાગૃતતા કેળવાય અને નિ:શુલ્ક માટીના માળા અને કુંડાઓનું વિતરણ ડીકેવી સર્કલ ખાતે કરવામાં આવ્યું હતુંં, પક્ષી પ્રેમી ફિરોઝખાન દ્વારા દર વર્ષે આ આયોજન કરવામાં આવેલ છે. આ વેળાએ  ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. ચેરમેન નિલેષ કગથરા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા, દંડક કેતન નાખવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application