દિશા પાટણીનો સુંદર ચહેરો સોજી જતાં યુઝર્સ કરી રહ્યા છે ટ્રોલ

  • May 16, 2023 10:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • ખુબસુરત અને હોટ દિશાને નેટિઝન્સનો સવાલ, કેટલી સર્જરી કરાવી
  • એક યુઝરે લખ્યું કે, આટલા સુંદર ચહેરાને બગાડી નાખ્યો છે


ખુબ જ સુંદર અને આકર્ષક હોવા છતાં બોલીવૂડમાંથી ધીમે ધીમે વિસરાઇ રહેલી એક્ટ્રેસ દિશા પાટણીએ તેની લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરતા ફએન્સ ચિંતામાં મૂકાઇ ગયા છે. આ તસવીરોમાં એક્ટ્રેસનો ચહેરો સોજી ગયેલો જોવા મળી રહ્યો છે. તેના કારણે યુઝર્સ પણ અજીબોગરીબ સવાલો પૂછી રહ્યા છે.


દિશા બોલીવૂડની સૌથી હોટ એક્ટ્રેસિસ પૈકીની એક છે. દિશાને તેની ફેશન ચોઇસ માટે ફેન્સ ખૂબ પસંદ કરે છે. પરંતુ ટાઇગર શ્રોફ સાથેના બ્રેકઅપ અને નાકની સર્જરી કરાયા બાદ લીધે દિશા ટ્રોલર્સના નિશાના પર છે. દરમિયાન અભિનેત્રીએ હાલમાં જ પોતાની સોજી ગયેલા ચહેરાવાળી લેટેસ્ટ તસવીરો શેર કરતા યુઝર્સ પણ અજીબોગરીબ સવાલો પૂછી રહ્યા છે. ઘણા લોકોએ તેના આ ફોટોઝને દિશાના ડેબ્યૂ ટાઇમના ફોટોઝ સાથે પણ સરખાવ્યા છે. જોકે, દિશાના ફેન્સને તેની આ સેલ્ફીઝ ખૂબ પસંદ આવી છે.

 

દિશાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના ક્લોઝ અપ્સ ફોટોઝ શેર કર્યા હતા. એક બાજુ તેના ફેન્સને આ ફોટોઝ ખૂબ જ પસંદ આવ્યા હતા તો, બીજી તરફ ઇન્ટરનેટના અન્ય યુઝર્સનું ધ્યાન તેના સોજેલા ચહેરા પર ગયું હતું.


એક યુઝરે લખ્યું- "એવું લાગે છે કે મધમાખીઓએ તેના ચહેરા પર ડંખ માર્યો છે." બીજો યુઝરે લખે કે "લાગે છે કે તે હમણાં જ ઉઠી છે." ત્રીજા યુઝરે પૂછ્યું, " તમે પહેલા કરતા વધારે સુંદર લાગી રહ્યા છો, તમે તમારા આખા ચહેરા પર કેટલી સર્જરી કરાવી છે?"


રેડિટ પર દિશાના આ ફોટા આગની જેમ વાયરલ થયા હતા. જ્યાં યુઝર્સે તેના આ ફોટોઝની સરખામણી દિશાની બોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરીના તેના જૂના ચહેરા સાથે કરી હતી. એક યુઝરે લખ્યું કે, "આટલા સુંદર ચહેરાને બગાડી નાખ્યો છે." બીજા એકે કમેન્ટ કરી કે, "સતત સારા દેખાવા માટે તેના પર દબાણ વધારે છે. ખ્યાતિ અને સતત લાઇમલાઇટમાં રહેવું તેમાં ઉમેરો કરે છે."



દિશા છેલ્લે અર્જુન કપૂર, જ્હોન અબ્રાહમ અને તારા સુતરિયા સાથે એક વિલન રિટર્ન્સમાં સ્ક્રીન શેર કરતી જોવા મળી હતી. તે ફિલ્મ ક્યારે થિયેટરમાં આવી અને ગઇ તેની ઘણાને ખબર પણ નથી. હવે તે સિદ્ધાર્થ મલ્હોત્રા અને રાશી ખન્ના સાથે સાગર આમ્બ્રે અને પુષ્કર ઓઝા નિર્દેશિત ફિલ્મ યોધ્ધામાં જોવા મળશે. આ પ્રોજેક્ટ હાલમાં પ્રોડક્શન હેઠળ છે. તે સિવાય તેની પાસે પ્રભાસ અને દીપિકા પાદુકોણ સાથે ફિલ્મ પ્રોજેક્ટ કે છે અને એક અનટાઇટલ્ડ શિવા ફિલ્મ પણ તેની પાસે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application