દિશા પાટણી અને મૌની રોયે બિકિનીમાં મચાવ્યો તહલકો

  • March 15, 2023 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • ફિલ્મોથી દૂર પરંતુ એકબીજાની બહુ કરીબ છે દિશા-મૌની
  • ફેન્સે પણ બંનેની દોસ્તી સલામત રહેવાની દૂઆઓ કરી 


બોલીવુડ એક્ટ્રેસિસ દિશા પટની અને મૌની રોય ભલે આજકાલ ફિલ્મોથી દૂર હોય પરંતુ તેઓ એકબીજાની બહુ કરીબ છે. તાજેતરમાં બંને હસીનાઓની બિકિની તસવીરોએ ઇન્ટરનેટ પર તહલકો મચાવ્યો છે. સાથે તેમની દોસ્તીની પણ ચર્ચા થઇ રહી છે. આ બંનેની એક પછી એક ઘણી તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં મૌની રોય અને દિશા પટની એકબીજા પર પ્રેમ વરસાવતી જોવા મળી રહી છે.


 આ તસવીરોમાં દિશાની બિકીની ટોપ પહેરેલી જોવા મળી રહી છે. ત્યાં મૌની રોય વન પીસ ડ્રેસમાં છે.  દિશા સાથે મૌનીની આ તસવીરોમાં બંનેની  દેખાય છે. બંને સાથે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.  મૌની રોય વન પીસ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. તેના આ લુકને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યાં છે.

મૌની રોય અને દિશા પાટણી આ તસવીરમાં કાતિલ અદાઓ બતાવતી જોવા મળી રહી છે. મૌની રોય અને દિશા પટનીની આ અદાઓ પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે. આ તસવીરમાં મૌની રોય અને દિશા પટની સાથે ખૂબ જ ખુશ લાગી રહી છે. મૌની રોય અને દિશાની સ્માઇલ ફેન્સનું દિલ જીતી રહી છે. મૌની રોય અને દિશા એકબીજા પર પ્રેમ વરસાવતી જોવા મળી રહી છે. દિશા અને મૌની રોયની આ તસવીરો ખૂબ જ વાયરલ થઇ રહી છે.

 મૌની રોય અને દિશા ની આ તસવીર પર ફેન્સ ખૂબ કોમેન્ટ્સ કરી રહ્યાં છે. ફેન્સ કોમેન્ટ કરીને બંનેની દોસ્તીના વખાણ કરતાં જોવા મળ્યાં. કોઇએ તેમની દોસ્તી સલામત રહે તેવી દુઆ કરી, તો કોઇ આ બંને એક્ટ્રેસને સાથે જોઇને દંગ રહી ગયું.
 
નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી દિશા અને મૌનીની કોઇ ફિલ્મ પડદા પર આવી નથી. મૌની રોય હિટ ફિલ્મ બ્રહ્માસ્ત્રનો ભાગ બની હોવા છતાં ત્યાર બાદ તેની ફિલ્મ વિશે કોઇ ખબર આવી નથી. જ્યારે દિશા પાટણીએ નાકની સર્જરી કરાવ્યા બાદ તેના લુકમાં આવેલા ફેરફારે તેને ટીકાપાત્ર બનાવી છે. તેની છેલ્લે એક વિલન રિટર્ન આવી હતી. ત્યાર બાદથી તે પડદા પરથી ગાયબ છે. હા સોશિયલ મીડિયા પર ચમકતી રહે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application