શહેરના કુવાડવા રોડ પર રહેતા અને અગાઉ કોરોનાકાળ સમયે ડિગ્રી વગર હોસ્પિટલ શરૂ કરી દેવાના ગુનામાં તેમજ સિવિલ હોસ્પિટલમાંથી દવા ચોરી સહિતના ગુનામાં સંડોવાયેલા કથિત તબીબ સામે વધુ એક ગુનો નોંધાયો છે. પરિણીત હોવા છતાં આ હકીકત છુપાવી ૨૭ વર્ષીય વિધવા સાથે લગ્ન કરી અવારનવાર શરીર સંબધં બાંધ્યો હતો. બાદમાં પતિ તથા તેના પરિવારે આ યુવતીની આંગળીયાત દીકરીઓ સાથે સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. દરમિયાન આ શખસની સામે તેની આગાઉની પત્નીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા જેલ હવાલે થતાં યુવતીને તેનો પતિ પરિણીત હોવાની જાણ થઇ હતી.જેથી તેણે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પતિ મદદગારી કરનાર તેના પરિવાજનો સામે દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવી છે. આરોપી અગાઉના ગુનામાં જેલ હવાલે હોય તેનો કબજો લેવામાં આવશે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ શહેરના પોશ વિસ્તારમાં રહેતી ૨૭ વર્ષીય યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં કુવાડવા રોડ પર રહેતા કહેવાતા તબીબનું નામ આપ્યું છે. યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, અગાઉ વર્ષ ૨૦૧૩માં તેના લ થયા હતા ગત વર્ષે પતિનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું. આ લગ્ન જીવન થકી તેને સંતાનમાં ૯ અને ૪ વર્ષની બે પુત્રીઓ છે.
ગત તારીખ ૨૬૧૧૨૦૨૩ ના સાદી ડોટ કોમ એપ. મારફત આરોપી સાથે સંપર્ક થયો હતો. બાદમાં બંને વચ્ચે નંબરની આપ લે થઈ હતી અને વોટસએપ મેસેજથી વાતો કરતા હતા. દરમિયાન યુવતીની પુત્રીની તબિયત ઠીક ન હોય રાજકોટ સારવાર માટે લાવતા આ સમયે આરોપી તેને મળવા આવ્યો હતો અને તેણે પરિવારજનો સમક્ષ યુવતી સાથે લની ઈચ્છા વ્યકત કરી હતી બાદમાં પરિવારના સભ્યોની સહમતિથી ગત તા. ૧૬૧૨૨૦૨૩ ના કોર્ટ મેરેજ કર્યા હતા.
લગ્ન બાદ આરોપીએ યુવતીને તેની માતાના ઘરે રહેવા મોકલી દીધી હતી. અવારનવાર કહેવા છતાં તે તેડી જતો નહોતો બાદમાં ૧૧ ૨૦૨૪ ના તે યુવતી અને તેની બંને દીકરીઓ સાથે તેડી ગયો હતો અને રાજકોટના પોશ વિસ્તારમાં લેટ ભાડે રાખ્યો હતો ત્યાં તેમને લઈ ગયો હતો આરોપી ફરિયાદીને અવારનવાર તેની બંને દીકરીઓને અલગ સુવડાવાનું કહેતો હતો. પરંતુ નાની દીકરી ફરિયાદી સાથે સૂતી હોય જે બાબતે તે અવારનવાર ઝઘડો કરતો હતો એટલું જ નહીં મરજી ન હોવા છતાં શરીર સંબધં બાંધતો હતો અને શરીર સંબધં બાંધવાની ના પાડે તો મારકુટ કરતો હતો.
આરોપીના પિતા તથા તેની બહેન કયારેક અહીં આવતા અને યુવતી ઘરે લઈ જવાની વાત કહે તો તેઓ કહેતા હતા કે, તારી બંને દીકરીઓ સાથે અમે તને નહીં સ્વીકારીએ તું તારી બંને દીકરીને માવતર મૂકી આવો પછી જ તને ઘરે લઈ જઈશું. તેમ કહી ઝઘડો કરી ગાળો આપતા હતા. પતિ પણ કહેતો હતો કે,હત્પં તારી બંને દીકરી સાથે તને સમાજની સામે નહીં અપનાવું. જો તું બંને દીકરીઓને તારા માવતર રાખીશ તો જ હુ તને અપનાવીશ જેથી યુવતી પોતાની બંને દીકરીઓને પોતાના ભાઈના ઘરે મૂકી આવી હતી. પરંતુ ત્યારબાદ આ બાબતે લાગી આવતા ઉતરાયણ સમયે તેણે ઝેરી ટીકડા ખાઈ લીધા હતા તે સમયે પણ પતિ દવાખાને લઈ ગયો ન હતો.
દરમિયાન ગત તા. ૫૩૨૦૨૪ ના પોલીસ ઘરે આવી હતી અને પતિને પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ યુવતીને માલુમ પડું હતું કે, તેના પતિના અગાઉ જ લ થઈ ચૂકયા છે અને હજુ છૂટાછેડા પણ થયા નથી અને તેની પત્નીએ તેના વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હોય જેમાં તેની ધરપકડ થઈ હતી. હાલ પણ આરોપી જેલમાં છે પતિના લ થઈ ગયા હોવાની તેના પરિવારજનોએ પણ વાત છુપાવી હોય જેથી યુવતી આ અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પતિ તથા તેના પરિવારજનો વિદ્ધ ફરિયાદ નોંધાવતા પીઆઇ બી.ટી.અકબરી, બી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસે આરોપીઓ સામે આઈપીસીની કલમ ૩૭૬(૨), (એન), ૪૯૫, ૩૨૩, ૫૦૪ અને ૧૧૪ મુજબ ગુનો નોંધી આરોપીનો જેલમાંથી કબજો લેવા તજવીજ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech