ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્રારા આજથી રાજયમાં શાળા સલામતી સપ્તાહ

  • January 20, 2025 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજયમા બહત્પવિધ આપત્તિઓના જોખમ સામે બાળકો સમજદારીપૂર્વક વલણ અપનાવે તે માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. ગુજરાત રાય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી) દ્રારા શાળાનાં વિધાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં આપત્તિ વ્યવસ્થાપન વિશે જાગૃતિ કેળવાય તે હેતુથી દર વર્ષે રાયમાં 'શાળા સલામતી સાહની ઉજવણી કરવામાં આવે છે.
વિધાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમા આપત્તિ સામે સાવચેતી અને સલામતી વિષે વિશેષ માર્ગદર્શન મળી રહે તે માટે આજથી ૨૫ જાન્યુઆરી દરમિયાન સરકારી પ્રાથમિક શાળાઓમા 'શાળા સલામતી સાહની ઉજવણી કરવામાં આવશે. સાહ ઉજવણીના પ્રથમ દિવસે તા.૨૦ જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાયવ્યાપી કાર્યક્રમનો શુભારભં કરાવવામાં આવશે જેનું સીધું પ્રસારણ કરવામાં આવશે.
શાળા સલામતી સાહ ઉજવણી દરમિયાન જીલ્લા તથા મહાનગરપાલિકાની શાળાઓમાં મેગા ઇવેન્ટ જેવી કે, ફાયર ફાયટીંગ ડેમોન્સ્ટ્રેશન, એનડીઆરએફ અને એસડીઆરએફનું રેસ્કયુ નિદર્શન, ૧૦૮ઇન્ડિયન રેડક્રોસ દ્રારા પ્રાથમિક સારવારની ભૂકપં વિષયક પ્રેઝન્ટેશન, રોડ સેફટી,ઔધોગિક એકમોના સેફટી અને ફાયર વિભાગ સહિતના કાર્યક્રમો હાથ ધરાશે. આ ઉપરાંત પ્રાથમિક સારવાર અંગે માહિતી, ચિત્ર, વકૃત્વ અને નિબધં સ્પર્ધા અને ઇનામ વિતરણ સહિતના અનેકવિધ કાર્યક્રમો દ્રારા શાળાના શિક્ષકો, વિધાર્થીઓ અને વાલીઓને સંભવિત આપદાઓ સામે જાગૃત કરી બચાવ અંગે સક્ષમ બનાવાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application