ડુંગળીનો ભાવ તળીયે: હાપા યાર્ડમાં મણના રુા. ૩૫ થી ૩૩૦ બોલાયા: ખેડૂતોમાં નિરાશા

  • December 28, 2023 12:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધની અસરના પગલે ડુંગળીના ભાવ તળીયે બેસી ગયા છે,તેમ જાણકારો કહી રહ્યા છે જેના કારણે ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે,હાપા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી,કપાસ, લસણ અને અજમા સૌથી વધુ આવક થવા પામી હતી.
જામનગર હાપા માર્કેટીંગ યાર્ડમાં ખેડુતો ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં હરરાજીમાં લાવી રહ્યા છે. બજારમાં માંગ ઘટતા ખેડુતોને કિલોના પોણા બે રૂપિયા મળી રહ્યા છે. આજે ૧૦૭૮ ખેડુતો ૩૯૮૩૩ મણની ૧૯ જણસીઓ હરરાજીમાં લાવ્યા હતાં. જેમાં કપાસ, લસણ, ડુંગળી અને અજમાની સૌથી વધુ આવક થઈ રહી છે. તો અજમાના ૪૭૯૦, સુકા મરચાના ૫૯૦૦ સુધીના ભાવે સોદા થયા હતાં.
જેમાં બાજરીની ૫૦૦, ઘઉંની ૧૧૫૦, મગની ૩૫, અળદની ૫૦, તુવેરની ૬૦, મઠની ૪, ચણાની ૨૧૫૮, એરંડાની ૫૧૮, તલીની ૭૨૦, રાયડાની ૪૫, લસણની ૭૬૬૮, કપાસની ૧૬૪૮૩, જીરૂની ૨૯૭, અજમાની ૪૨૩૦, અજમાની ભુસી ૨૧૧૮, ધાણાની ૧૪૬, મરચા (સુકા)ની ૧૧૬૭, સુકી ડુંગળીના ૨૪૮૪ સુધી બોલાયા હતા.
ઘઉંના ૪૨૫થી ૫૬૫, મગના - ૧૨૦૦થી ૧૭૦૫, અળદના ૧૪૦૦થી ૧૮૦૫, તુવેરના ૧૦૦૦થી ૨૦૦૦, મઠના ૧૦૦૦થી ૧૧૦૦, ચણાના ૧૦૩૫થી ૧૩૫૦, ચણા સફેદના ૨૧૦૦થી ૨૬૫૦, જીણી મગફળીના ૧૧૦૦થી ૧૩૯૦, જાડી મગફળીના ૧૧૫૦થી ૧૩૧૦, એરંડાના ૧૦૦૦થી ૧૧૧૦, તલીના ૧૫૦૦થી ૩૦૯૦, રાયડાના ૮૫૦થી ૯૯૨, લસણના ૧૦૦૦થી ૩૩૦૦, કપાસના ૧૦૦૦થી ૧૫૦૫, જીરૂના ૫૩૦૦થી ૫૮૯૦, અજમાના ૨૦૦૫થી ૪૭૯૦, અજમાની ભુસીના ૧૫૦થી ૨૨૨૦, ધાણાના ૧૧૦૫થી ૧૩૫૦, સુકા મરચાના ૧૪૦૦થી પ૯૦૦, સુકી ડુંગળીના ૩૫થી ૩૩૦ અને વટાણાના ૫૦૦થી ૮૬૦ સુધીના ભાવે સોદા થયા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application